Abtak Media Google News

માનસિક ડિપ્રેશન ધરાવતા દર્દીનું એન્ડોસ્કોપીથી ઓપરેશન

ઉપલેટા તાલુકાના લાઠ ગામના આશરે 40 વર્ષીય યુવાનના પેટમાંથી 8 સિકકા કાઢી સફળ સર્જરી કરવામાં આવી છે.

Advertisement

વિગત એવી છે કે ઉપલેટા તાલુકાના લાઠ ગામના હિતેન્દ્રસિંહ ચુડાસમાને છાતીમાં દુ:ખાવો અને કાંઇ ખાય શકતા ન હોવાની ફરીયાદ સાથે રાજકોટની સાર્થક હોસ્પિટલમાં આવતા અહી સચોટ નિદાન કરતા જાણવા મળ્યું કે તેઓના પેટમાં સિકકા છે સચોટ નિદાન બાદ મોંમાંથી દૂરબીન ઉતારી એન્ડોસ્કોપીની મદદથી દર્દીના પેટમાંથી 8 સિકકા અને 1 પ્લાસ્ટિકનું ઢાંકણું નીકળ્યું હતું.

દર્દીના પરિવારજનો સૌ પ્રથમ ઇલાજ અર્થે ઉપલેટા આવ્યા હતા જો કે ત્યાં યોગ્ય નિદાન સારવાર ન થતા આખરે રાજકોટમાં નાના મવા રોડ નજીર રાજનગર ચોક પાસે આવેલા સાર્થક હોસ્પિટલમાં એડમીટ થયા હતા. ડોકટર સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યું છે કે દર્દી માનસિક ડિપ્રેશનમાં છે તેમજ ફેમીલી પ્રોબ્લેમથી ધેરાયેલા છે.જો કે દર્દીએ ડોકટર સમક્ષ સિકકા તેમજ ઢાંકણું ખાધા ન હોવાનું જણાવ્યું હતું. સાર્થક હોસ્પિટલમાં આ દર્દીની સફળ સર્જરી થયા બાદ હાલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.