Abtak Media Google News

અબતકની મુલાકાત દરમિયાનમાં શિક્ષણ સમિતિના આગેવાનોએ કાર્યક્રમની આપી રૂપરેખા

સરકારી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ ની વિપુલ તકો સાથે ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ છે જ.. ઉપલેટા ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ખાનગી શાળાઓના શિક્ષણને ટક્કર મારે તેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે સર્વાંગી વિકાસની ઈતર પ્રવૃત્તિઓ પણ બે નમૂનો બને છે.  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટાની સરકારી શાળાઓના આઠમાં વાર્ષિક મહોત્સવનું રવિવારે સાંજે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલમાં જલસો જેવો કાર્યક્રમ યોજાશે અબ તકની મુલાકાતે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, ચંદ્રપાલ સિંહ જાડેજા, ભરતભાઈ રાણપરીયા, ગોવિંદભાઈ ચંદ્રવાડીયા, ધર્મેશભાઈ સોજીત્રા એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે પ્રાથમિક શાળાઓના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

આ વર્ષે તારીખ 2 એપ્રિલ રવિવારે સાંજે આઠ વાગે સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ બાવલા ચોક રાજમાર્ગ ઉપલેટા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ટાઉન હોલ ખાતે યોજાનારા આઠમા વાર્ષિક ઉત્સવ નું ઉદઘાટન ઉપલેટા ધોરાજી ના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયા ના હાથે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા પૂર્વ સંસદ હરિભાઈ પટેલ ,પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા ની ઉપસ્થિતિમાં થશે આ કાર્યક્રમના અધ્યક્ષ પદે સાંસદ રમેશભાઈ ધડુક ની સાથે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ ,દિનેશભાઈ અમૃતિયા અને  વી ડી પટેલ પૂર્વ સાંસદ પ્રવીણભાઈ માકડીયા પૂર્વ ધારાસભ્ય શહીદ ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં ઉપલેટા ના સમાજસેવિકા ભાનુબેન લક્ષ્મણભાઈ ચંદ્રાવડીયા નું વિશેષ સન્માન કરવામાં આવશે.

નગર  પ્રાથમિક શિક્ષણ સમિતિ-ઉપલેટા દ્વારા  આજ દિન સુધીમાં આશરે 30 લાખ જેટલી રકમના ઈનામો બાળકોને  આપવામાં આવેલ છે. બાળકોને  ફુલસ્કેપ નોટબુકનું વિનામૂલ્યે વિતરણ સ્કુલ બેગ  દર વર્ષે નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિ દ્વારા  આપવામાં આવે છે.

છેલ્લા આઠ વર્ષમાં આ  કાર્યક્રમ માટે આર્થિક સહયોગ સમાજના વિવિધ અગ્રણીઓ તેમજ નિવૃત શિક્ષકો અને સામાજીક સંસ્થાઓ મારફતે  દર વર્ષે  અંદાજીત સાત લાખ રૂપીયા સુધીનો સહયોગ મેળવેલ છે. કાર્યક્રમોને સફળ બનાવવા અત્રેની સમિતિના ચેરમેન નીકુલભાઈ ચંદ્રવાડીયા વાઈસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, શાસનાધિકારી તુષારભાઈ પટેલતેમજ તમામ શિક્ષકો જહેમત ઉઠાવે છે.

ન.પ્રા. શિ.સ. ઉપલેટા દ્વારા યોજાયેલ વીરાંગના રાણી લક્ષ્મીબાઈ તેમજ નેતાજી સુભાષચંદ્ર બોઝ ખેલ કુદ મહોત્સવ  અન્વયે નંબર મેળવેલ કુલ 147 બાળકોને  સાઈકલ,લંચબોક્ષ, કુકર, વોટર બોટલ, સ્પોર્ટસ કીટ, ક્રિકેટ કીટ તેમજ બેડમિન્ટન કીટનું મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ બાળકોને  પ્રમાણપત્ર તેમજ મેડલ પણ  આપવામાં આવશે. વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં દરેક શાળામાંથી કૃતિઓ રજૂ કરવામાં આવશેઅને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને સ્કુલ બેગ ઈનામ તરીકે આપવામા આવશે.

નીકુલભાઈ ચંદ્રવાડીયા, ચેરમેન તેમજ ચંદ્રપાલસિંહ જાડેજા વા. ચેરમેન ન.પ્રા.શિ.સ. ઉપલેટા દ્વારા દાન આપીને  ઉપલેટા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 1760 બાળકોને વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં  રમેશભાઈ ધડુક, ડો.  મહેન્દ્રભાઈ પાડલીયાની પુસ્તકતુલા કરી દરેક બાળકોને  7 ફુલસ્કેપ નોટબુકનું પણ વિતરણ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષા માટે કરાય છે તૈયાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-ઉપલેટા હસ્તકની શાળાઓનાં બાળકોની વિશિષ્ટ પ્રતિભા બહાર લાવવા સ્પર્ધાત્મક પરીક્ષા જેવીકે એન.એમ.એમ.એસ, પી.એસ.ઈ. જવાહર નવોદયની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે લેવાતી ડી.એલ.એસ.એસ. બેટરી ટેસ્ટ માટે તૈયારી કરાવવામા આવે છે. જેમાંથી 15 જેટલા બાળકો હાલ સ્પોર્ટસ સ્કુલમાં અભ્યાસ કરે છે. અને દર વર્ષે એન.એમ.એમ.એસ. મેરીટમાં  8 જેટલા બાળકો મેરીટમાં આવે છે. જેને ઉચ્ચ અભ્યાસ માટે વાષિર્ર્ક 12000 જેટલી શિષ્યવૃત્તિ મેળવે છે. સમિતિની શાળાઓમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, ખેલમહાકુંભ, કલામહાકુંભ, શૈક્ષણીક  પ્રવાસ પર્યટન, ડીજીટલ સ્માર્ટ  કલાસ, કવીઝ સ્પર્ધા, ક્રિકેટ ટુર્નામેન્ટ, અધ્યતન કોમ્પ્યુટર લેબ, જેવી તમામ સુવિધાઓ શાળાઓમાં ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.