Abtak Media Google News

ત્રિવેણી એન્જિનિયરીંગ કંપની રૂપિયા 350 કરોડના રોકાણ કરી આલ્કોહોલ-ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા બે ગણી વધારશે

પેટ્રોલ-ડીઝલના ભાવને અંકુશમાં લેવા સરકાર હવે ઈંધણમાં ઈથેનોલ મિશ્ર કરવા પર વધુ ભાર મૂકી રહી છે. જો કે સરકારની આ પહેલને લઈ ઘણી આલ્કોહોલ ઉત્પાદિત કંપનીઓને ચાંદી હી ચાંદી થઈ જશે. બાય પ્રોડક્ટ ઇથેનોલનો ઉપયોગ ઇંધણમાં થતા તેનો વપરાશ વધુ છે જેના કારણે તેનું ઉત્પાદન વધારવાની ફરજ પડશે તેના પર ધ્યાન દઈ કંપનીઓ આગળ આવી છે ત્યારે તાજેતરમાં ત્રિવેણી એન્જિનિયરિંગ કંપનીએ પણ મહત્વની જાહેરાત કરી છે. સરકારની પહેલને આવકારી રૂપિયા 350 કરોડના રોકાણ કરવાની જાહેરાત કરી છે.

સુગર અને એન્જિનિયરિંગમાં અગ્રેસર એવી ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે આગામી નવ મહિનામાં તેની આલ્કોહોલ ઉત્પાદન ક્ષમતાને બમણી કરવા માટે 350 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે તેમ જણાવ્યું છે. જેનાથી કંપની પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ માટે સરકારની પહેલથી લાભ મળશે. આ ઉપરાંત બે નવી ભઠ્ઠીઓ અને વર્તમાનની બે ભઠ્ઠીઓમાં ક્ષમતા વધારો કરવા પર કામ કરશે. 660 klpd દીઠ 320 કિલોલીટર તેના દારૂની ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવશે. ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર તરુણ સાહનીના જણાવ્યા અનુસાર આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધીમાં 660 કેએલપીડીનો લક્ષ્યાંક હાંસલ કરવાની ધારણા છે.

કંપનીનો અંદાજ છે કે આ ક્ષમતા પ્રાપ્ત થયા બાદ તેના ડિસ્ટિલરી બિઝનેસમાંથી વાર્ષિક રૂ. 1,500 કરોડની આવક વધશે. નાણાકીય વર્ષ 2021માં, ડિસ્ટિલરી બિઝનેસમાંથી આવક 544 કરોડ રૂપિયા હતી. જેમાં કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ 101 કરોડ રૂપિયાનો નફો થયો હતો. સરકારના ઇથેનોલ સંમિશ્રણ પ્રોગ્રામમાં પ્રદૂષણ ઘટાડો તેમજ ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ શામેલ છે. આ ખેડૂતો અને ખાંડ ઉદ્યોગ માટે વધારાની આવકનો પ્રવાહ પણ ઉભો કરશે. કારણ કે શેરડીની ચાસણીનો ઉપયોગ મુખ્યત્વે ઇથેનોલના ઉત્પાદન માટે થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.