Abtak Media Google News

પક્ષીઓ દ્વારા આત્મહત્યા 

જટીંગા ભારતનું રહસ્યમય સ્થળ જ્યાં પક્ષીઓ કરી લે છે આત્મહત્યા Jatinga Is A Mysterious Place In India Where Birds Commit Suicide

 

પક્ષીઓની આત્મહત્યાની ઘટના  1910 થી ચાલી રહી છે , પરંતુ 1957માં પ્રથમ વખત વિશ્વને તેના વિશે જાણ થઈ હતી. ઘણાં લોકોને પ્રકૃતિથી ખુબ પ્રેમ હોય છે અને નેચરલ બ્યુટી હોય ત્યાં ફરવા જવા ઇચ્છે છે પરંતુ એક જગ્યા છે જ્યાં પક્ષીઓ પણ આત્મહત્યા કરે છે. ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જઇને સુકુન મળે છે પરંતુ કેટલીક જગ્યા રહસ્યમયથી સભર અને ભયાવહ પણ હોય છે. જ્યાં જવાના વિચાર માત્રથી લોકોને ડર લાગવા લાગે છે.

શું તમે કોઇ એવી જગ્યા જોઇ છે જ્યાં પક્ષીઓ આત્મહત્યા કરે?

The Unsolved Mystery Of Jatinga - East India Story

અસમના દિમા હાસો જિલ્લાના ઘાટીમાં સ્થિત જતિંગા વેલી પોતાની પ્રાકૃતિક સ્થિતિઓની જગ્યાએ પોતાની પ્રાકૃતિક સ્થિતિઓના કારણે વર્ષમાં 9 મહિના સુધી બહારની દુનિયાથી આ જગ્યા કપાયેલી રહે છે પરંતુ સપ્ટેમ્બર મહિનામાં આ ગામ ન્યુઝમાં છવાઇ જાય છે કારણકે અહી આવીને પક્ષીઓ આત્મહત્યા કરી લે છે. જતિંગા ગામને પક્ષીઓની આત્મહત્યાના કારણે રહસ્યમય માનવામાં આવે છે.

પક્ષીઓને કોઈ ખાસ ૠતુમાં અને કોઈ ચોક્કસ સ્થળે આત્મહત્યા કરે છે. આ અંગે વૈજ્ઞાનિકોએ પણ જાણવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છે. પક્ષી હોવાના કારણે તેઓ બિલ્ડીંગ ઉપરથી નીચે કૂદી જીવ આપી શકે નહીં. પરંતુ અહીં તેઓ ઇરાદાપૂર્વક ઇમારતો અથવા ઝાડ સાથે અથડાઇને મોતને ભેટે છે. આવું એક બે પક્ષીઓમાં નહીં પરંતુ હજારો પક્ષીઓ સપ્ટેમ્બરમાં આવું કરે છે.

પક્ષીઓની લાશોના થાય છે ઢગલા!!

Dead Birds Will Fall In The Last Days? | Revelation Now

સપ્ટેમ્બર મહિનામાં આ ઘાટીમાં નાઇટ કરફ્યુ જેવી સ્થિતિ થઇ જાય છે. ઓક્ટોબરથી નવેમ્બર સુધી કૃષ્ણપક્ષની રાતમાં અહીં અજીબ ઘટનાઓ થાય છે. જ્યાં સાંજે 7 વાગ્યાથી લઇને રાતના 10 વાગ્યા સુધી પક્ષી, કીટકો અને જીવજંતુઓ પડવા લાગે છે. અહી પક્ષીઓની લાશોના ઢગલા થાય છે, જે તમારી આંખો ભીંજાવી દેશે.

કેમ નથી ઉડી શકતા પંખી?

Lancashire Key Species - Birds · Inaturalist

જતિંગા ગામ અસમના બોરેલ હિલ્સમાં સ્થિત છે. આ જગ્યા પર ખુબ વરસાદ થાય છે. ઘણી ઉંચાઇ પર પહાડોથી ઘેરાયેલી જગ્યાના કારણે અહી વાદળ અને ફોગ છવાઇ જાય છે. વરસાદના કારણે પક્ષીઓ સંપૂર્ણ ભીના થઇ જાય છે અને જ્યારે તે ઉડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમની ક્ષમતા ખત્મ થઇ ચૂકી હોય છે.

કાંટાળા જંગલ ભજવે છે વિલનની ભૂમિકા

A Tiny Village Called Jatinga In Assam Is One Of The Creepiest Places On Earth

આ ઘાટીમાં વાંસના ખુબ કાંટાળા જંગલ છે જેના કારણે અંધારાની રાતમાં પક્ષીઓ તેનાથી ટકરાય છે અને પક્ષી તેનાથી ટકરાઇને દુર્ઘટનાનો શિકાર થઇ જાય છે. વધારે દુર્ઘટના સાંજે થાય છે કારણકે તે સમયે પક્ષીઓ ઝૂંડમાં પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા છે.

રાતના સમયમાં નો એન્ટ્રી

પક્ષીઓ કરે છે આત્મહત્યા

તમને જણાવી દઇએ કે આત્મહત્યા કરનારા પક્ષીઓમાં સ્થાનીય અને પ્રવાસી પંખીઓની કેટલીક પ્રજાતિ સામેલ છે. આ વેલીમાં રાતના સમયે જવા પર પણ બૅન લાગેલો છે.

આપઘાતની ઘટનામાં  પક્ષીઓની 40 પ્રજાતિઓ સામેલ

Jatinga In Assam Is Known As The Valley Of Death

આત્મહત્યા કરવાના આ ઘટનાક્રમમાં સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓની 40 પ્રજાતિઓ સામેલ છે. બહારના સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં પહોંચ્યા પછી પરત નથી જતા. આ ખીણમાં રાત્રે પ્રવેશ પર પ્રતિબંધ છે. જાતિંગા ગામ પ્રાકૃતિક કારણોસર નવ મહિના સુધી દુનિયાથી અલગ  રહે છે.

અન્ય કોઈ ગામમાં આવું થતું નથી.

 

 

 

 

 

 

 

 

 

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.