Abtak Media Google News

21મી સદીના આજના આધુનિક યુગમાં પણ ઘણા લોકો ખોટી માન્યતાઓ અને અંધશ્રધ્ધામાં રહે છે. અંધશ્રદ્ધા અને દોરાધાગાની પાછળ ઘણી વખત વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવોજ અંધશ્રધ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે પડોસીઓ વચ્ચે બોલચાલ થતાં સત્યના પારખા કરવા માટે ઉકળતા તેલમાં હાથ બોળવાંમાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના નિમકનગર ગામે અંધશ્રધ્ધાની એક ઘટના સામે આવી છે. નિમકનગર ગામમાં બે પાડોશીના ઝધડામા સત્યના પારખા કરાવવા ગરમ તેલમાં હાથ બોળવામાં આવ્યા હતા. જેનો વિડીયો પણ સોસિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આજના આધુનિક યુગમાં પણ માતાજીને મનાવવા અને પોતાના ધાર્યા કામો કરાવવા માટે ઢોંગીઑ તંત્ર મંત્ર કરતાં હોય છે. છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ દોરા ધાગા અને તાંત્રિક વિધિઓમાં માન્યતા રાખે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું અને રણથી એકદમ નજીક આવેલ છેવાડાનું ગામ નિમકનગરમાં  આવીજ એક અંધશ્રદ્ધાનો ક્સ્સો સામે આવ્યો છે.

નિમકનગરના બે પાડોસી પરિવાર વચ્ચે માતાજીની શ્રદ્ધાને લઈ બોલચાલ અને ઝઘડો થયો હતો. આજના આધુનિક ડીઝીટલ યુગમાં પણ બંને પરિવાર માથી સાચુ કોણ એ સાબિત કરવા માટે માતાજીને સાક્ષી રાખી એક પુરુષ અને સ્ત્રીએ પોતાના હાથ ઉકળતા તેલમાં  બોળવામાં આવ્યા હતા. જેનો વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ પણ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.