Abtak Media Google News
  • તમામ રાજ્યોને નિયમોનુસાર ચાર્જ લેવા સૂચના આપો, નહિતર અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ મુજબ ચાર્જ નક્કી કરવા આગળ વધીશું : કેન્દ્રને ઝાટકતી સુપ્રીમ

National News : સુપ્રીમકોર્ટે મંગળવારે ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલવામાં આવતી મનસ્વી રકમ પર નારાજગી વ્યક્ત કરી હતી.  કોર્ટે 14 વર્ષ જૂના ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ’ નિયમોને લાગુ કરવામાં કેન્દ્રની અસમર્થતા સામે સવાલ પણ ઉઠાવ્યા હતા. નિયમો હેઠળ, રાજ્યો સાથે પરામર્શ કર્યા પછી શહેરો અને નગરોમાં રોગોની સારવાર અને ઉપચાર માટે પ્રમાણભૂત દરની સૂચના જારી કરવી ફરજિયાત છે. પણ આમ થતું ન હોય તાત્કાલિક અમલવારી કરવા સુપ્રીમે આદેશ પણ કર્યા છે.

Whatsapp Image 2024 02 28 At 11.38.05 Am

અહેવાલ અનુસાર સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને કહ્યું કે તેણે આ મુદ્દે રાજ્યોને વારંવાર પત્ર લખ્યો છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.  કોર્ટે કહ્યું કે નાગરિકોનો સ્વાસ્થ્ય સંભાળનો મૂળભૂત અધિકાર છે અને કેન્દ્ર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં.  કોર્ટે કેન્દ્રીય આરોગ્ય સચિવને એક મહિનાની અંદર પ્રમાણભૂત દરોની સૂચના જારી કરવા માટે રાજ્યોના આરોગ્ય સચિવો સાથે બેઠક યોજવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટની ચેતવણી

સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે, ‘જો કેન્દ્ર સરકાર આ સમસ્યાનો ઉકેલ શોધવામાં નિષ્ફળ જશે તો અમે સમગ્ર દેશમાં દર્દીઓની સારવાર માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ

હેલ્થ સ્કીમ નિર્ધારિત માનક દર લાગુ કરવા માટે અરજદારની અરજી પર વિચાર કરીશું.’  વાસ્તવમાં, દરેક નાગરિક માટે આરોગ્યસંભાળ એ સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પૈકીનું એક છે.  પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે ખાનગી હોસ્પિટલોમાં મનસ્વી ફી વસૂલવામાં આવે છે, જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નિયમ મુજબ ફીનો દર

વાસ્તવમાં એનજીઓ ‘વેટરન્સ ફોરમ ફોર ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક લાઈફ’એ વકીલ દાનિશ ઝુબેર ખાન દ્વારા પીઆઈએલ દાખલ કરી હતી.  જેમાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર) નિયમો, 2012’ના નિયમ 9 મુજબ દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીનો દર નક્કી કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.  આ નિયમ હેઠળ, તમામ હોસ્પિટલોએ તેમના સેવા ચાર્જ વિશે સ્થાનિક ભાષા તેમજ અંગ્રેજીમાં માહિતી આપવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.