Abtak Media Google News
  • ક્લાઈમેટની સાથો સાથ આર્થિક સ્વાસ્થ્ય પણ જાળવવું જરૂરી
  • ઘોરાડના નિવાસસ્થાનને બાદ કરતા 77,000 ચોરસ કિલોમીટરમાં ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઇન પરના નિયંત્રણો હટાવ્યા બાદ હવે સુપ્રીમે 31 જુલાઈ સુધીમાં સરકાર પાસેથી વિસ્તૃત અહેવાલ મંગાવ્યો

અત્યાર સુધી ન્યાયિક પ્રક્રિયામાં ક્લાઈમેટને જ પ્રાધાન્ય અપાતું હતું. પણ પ્રથમવાર હવે કલાઈમેટની સાથે આર્થિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન કરવાની વાત આવી છે. સુપ્રીમ કોર્ટે આ વલણ કચ્છમાં લુપ્ત થઈ રહેલા ઘોરાડને બચાવવાના કેસમાં અપનાવ્યું છે.

આબોહવા પરિવર્તનના જોખમોને ઓળખતા અને 2070 સુધીમાં ’શૂન્ય ઉત્સર્જન’ હાંસલ કરવાની ભારતની મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને સમર્થન આપતા તેના પ્રથમ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે અશ્મિભૂત ઇંધણ આધારિત શક્તિથી નવીનીકરણીય ઉર્જા તરફના સંક્રમણની દેશની ઝુંબેશને ફગાવી દીધી છે અને તેના ઉપર પ્રહારો કર્યા છે. કચ્છમાં લુપ્ત થઈ રહેલા ઘોરાડના સંરક્ષણ અને વીજ પ્રવાહ વચ્ચે નાજુક સંતુલન જાળવી રાખવા કોર્ટે હિમાયત કરી છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો જેમાં 90,000 ચોરસ કિલોમીટરમાં ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઇન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.  પ્રતિબંધે રાજસ્થાન અને ગુજરાતના મુખ્ય વિસ્તારોમાં સૌર ઊર્જા ઉત્પાદન એકમોને લગભગ લકવાગ્રસ્ત કરી દીધા હતા અને 2030 સુધીમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને 450 ગીગાવોટ સુધી વધારવાના ભારતના લક્ષ્યને પાટા પરથી ઉતારવા પ્રયાસ કર્યો હતો.

19 માર્ચે, સીજેઆઈએ આદેશ આપ્યો હતો કે ઘોરાડના મુખ્ય નિવાસસ્થાનના 13,000 ચોરસ કિલોમીટરને બાદ કરતા 77,000 ચોરસ કિલોમીટરમાં ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઇન પરના નિયંત્રણો હટાવવા જોઇએ.

રવિવારે અપલોડ કરાયેલા વિગતવાર નિર્ણયમાં નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ઘોરાડને સુરક્ષિત કરવા વચ્ચે સંતુલન જાળવવાની વાત કરવામાં આવી હતી.  ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈનો પર પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે પર્યાવરણવાદી એમ કે રણજીતસિંહે દલીલ કરી હતી કે મોટા ભાગના ઘોરાડ પાવર લાઈનો સાથે અથડાવાને કારણે મૃત્યુ પામે છે.સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મુદ્દાની સર્વગ્રાહી તપાસ કરવા માટે સાત સભ્યોની નિષ્ણાત સમિતિની નિમણૂક કરી હતી અને 31 જુલાઈ સુધીમાં સરકાર દ્વારા કોર્ટને રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું હતું.

ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સુપ્રીમે નિષ્ણાંત સમિતિની રચના કરી

ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી, જેથી રાજસ્થાનમાં અને ગુજરાત એટલે કચ્છમાં પાવર લાઇનો ભૂગર્ભમાં પાથરવા ક્ષેત્રો સૂચવી શકાય. સમિતિએ 31 જુલાઈ સુધી આ અહેવાલ સુપરત કરવાનો રહેશે.

કચ્છમાં કાર્યરત ધ કોર્બેટ ફાઉન્ડેશનના નાયબ નિયામક ડો. દેવેશ ગઢવીને સુપ્રીમ કોર્ટની આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત અને રાજસ્થાનમાં ઘોરાડના નિવાસ આસપાસ ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઇનો થકી ઘોરાડ મૃત્યુ પામી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશ બેંચે સમિતિ રચી અને 31 જુલાઈ સુધીમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.