Abtak Media Google News

શહેરી નિરાધારોને ૩૧ ઓકટોબર સુધીમાં છત આપવા રાજયોને સુપ્રીમ કોર્ટનો આદેશ

સૂચનોનું પાલન નહીં કરનારા રાજયોએ ભારે પેનલ્ટી ભરવી પડશે

આવાસ યોજનાની કામગીરી મંદ ગતીએ ચાલતા સુપ્રિમ કોર્ટે શહેરી વિસ્તારનાં નિરાધારોને ઘર આપવા માટેના એકશન પ્લાન ૩૧મી ઓકટોબર સુધીમાં બનાવવાની મુદત તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને આપી છે. રાજયોને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે જો નિરાધારોને સમય પર ઘર નહી આપવામાં આવે તો રાજયોએ પેનલ્ટી ભોગવવી પડશે.

માટે અર્બન વિસ્તારનાં લોકોને આશરો આપવા ૩૧ મી ઓકટોબર સુધીની મુદત આપવામાં આવી છે. સાથે સુપ્રિમા કોર્ટે એ વાત ઉપર પણ પ્રકાશ પાડયો હતો. કે નિર્ધારીત ડેડલાઈન સુધીમાં જો નિરાધારોને આશરો નહી આપવામાં આવે તો જે તે રાજય સરકારે પેનલ્ટીના ભાગ‚પે કિંમત પણ ચૂકવવી પડશે. આ પૂર્વ આવાસ યોજનાના બાંધકામના નિરક્ષણ માટે સિવિલ સોસાયટીના મેમ્બરને રાજયકક્ષાની કમીટીમાં ન જોડવા માટે સુપ્રિમ કોર્ટે ૭મી સપ્ટેમ્બરે ૧૦ રાજયોને રૂ.૧ લાખની પેનલ્ટી ફટકારી હતી.

જોકે કોર્ટે રાજયોને એકશન પ્લાન અંગેનું પણ માર્ગદર્શન આપ્યું છે. જેના ભાગ‚રૂપે તમામ રાજયોને ગૃહમંત્રી તેમજ અર્બન અફેર મિનિસ્ટ્રીને નવેમ્બરના પહેલા અઠવાડીયા સુધીમાં પાયાથી લઈને ‚ટમેપ આપવાનો રહેશે જેમાં રાજયોએ જ‚રીયાતમંદોને મકાન આપવાની પધ્ધતી નિરાધારોને ઓળખવાની રીત, કઈ પ્રકારના મકાન અપાય તેની વિગત તેમજ જમીનની ઓળખ અંગેની માઈક્રોપ્લાનીંગ કરવી પડશે.

ન્યાયમૂર્તિ મદાન બી લોકુર અને દિપક ગુપ્તાએ કહ્યું હતુ કે ૧૧ રાજયોમાં ૨૨મી માર્ચે ઓડર પાસ થઈ ગયા હોવા છતા મકાનો આપ્યા ન હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ છે. માટે જ ૩૧મી ઓકટોબરની ડેડલાઈન રાખવામાં આવી છે. આ સૂચનાનું ઉલ્લંઘન કરનાર રાજયોને પેનલ્ટીમાંથી છટકબારી નહી મળે. આ પહેલા પણ સુપ્રિમ કોર્ટ ૧૦ રાજયોને રૂ. એક કરોડ લાખનો દંડ ફટકારી ચૂકી હોવાથી તમામ રાજયોએ હવે ગતી ધારણ કરવી જ પડશે.

મુખ્ય ન્યાયાલયમાંથી ઓર્ડર મળતા શહેરી નિરાધારોને મકાનો મળશે જેમાં મહત્વની બાબત એ છે કે, સુપ્રીમ કોર્ટે માઈકો પ્લાનીંગનાં પોઈન્ટ માટે માર્ગદર્શન પણ આપ્યું છે. જે સૌથી પહેલા તમામ રાજયોએ હોમ મિનિસ્ટ્રી સમક્ષ રજૂ કરવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.