Abtak Media Google News
  • ચૂંટણી બાબતે કલેકટરએ પ્રેસ કોંફરન્સ યોજી

સુરત ન્યૂઝ : સુરત લોકસભાની ચૂંટણી બાબતે કલેકટરએ પ્રેસ કોંફરન્સ યોજી હતી . કેટલા મતદારો મતદાન કરશે, કેટલો ચૂંટણી સ્ટાફ કામગીરી કરશે આ તમામ બાબતેની માહિતી આપવામાં આવી હતી . મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.  EVM અને VVPAT મશીનની ફાવણી પણ કરી દેવામાં આવી છેતે અંગે માહિતી આપી હતી .

Advertisement

માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે. તો લિંબાયત ઉધના મજુરા અને ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે. આ તમામ વિધાનસભામાં મતદાન થશે. સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે. સુરત લોકસભા હેઠળ સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, વરાછા રોડ, કરંજ, કતારગામ અને ઉત્તર વિધાનસભા આવે છે. એટલા માટે આ 7 વિધાનસભામાં મતદાન યોજાશે નહીં તેવું કલેકટરે જણાવ્યુ હતું .

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.