Abtak Media Google News
  • ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અત્યારે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે
  • પાડોશી દેશ ચીનને ઘાતક જવાબ આપ્યો

સુરત ન્યૂઝ : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અત્યારે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં પોતાના નિવેદનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પાડોશી દેશ ચીનને ઘાતક જવાબ આપ્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે ભારતીય બે નાગરિકોના મોત મામલે ભારતીય દુતાવાસ દ્વારા પરિવારને મદદ કરવામાં આવી છે અને બંને મૃતદેહને ભારત લાવવામાં મદદ કરી છે .

રશિયન સરકારની જવાબદારી છે,જે યુવકની મોત થઈ તેમાં મૃતદેહ ને ભારત મોકલવા તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈતી હોત. આ બિલકુલ પણ યોગ્ય નથી. રશિયન ફોર્સમાં આવી રીતે ભારતીય નાગરિકો ને હેલ્પર તરીકે અથવા અન્ય કોઈ રીતે ભરતી કરવામાં આવે તે યોગ્ય નથી. આ એક વચેતીયા મારફતે થયું હોઈ શકે. અનેક દેશો છે,જેમની જોડે અમારી સમજૂતી થઈ છે. જ્યાં ભારતથી ગયેલા નાગરિકોની સુરક્ષા જળવાય રહે.

ગત વર્ષે જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા દેશો જોડે આવા કરાર થયા હતા.  આજે એક ગ્લોબલ વર્ક પ્લેસ બનતો જઇ રહ્યો છે. અન્યાયિક પ્રક્રિયા માં પ્રોકેટકશન માટેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જ્યાં વિદેશોમા ફસાયેલા લોકો માટે ફંડ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટીકીટ નો જાહરચ5 ન હોય તેવા સંજોગોમાં આવા લોકોને ફંડ નો લાભ મળશે. ગત વર્ષે યુદ્ધમાં ફસાયેલા લોકોને અલગ અલગ ઓપરેશન હેઠળ ભારત સુરક્ષિત હાલતમાં લાવવામાં આવ્યા હતા.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.