Abtak Media Google News
  • સુરતના એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ કરાઈ 
  • આરોપીને ચેન્નાઈથી સાયબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો

સુરત ન્યૂઝ : સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના એક વ્યક્તિને દુબઈ ખાતે આવેલી કંપનીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના હતા. આ પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને ફરિયાદીના 60 લાખ રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ફરિયાદીના દુબઈની કંપનીમાં આ પૈસા ટ્રાન્સફર ન કરી છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ચેન્નાઈથી સાયબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

Advertisement

સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સુરતના એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરતના આ વ્યક્તિને તેમની દુબઈ ખાતે આવેલી મેગેન્ટો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાના હતા. ત્યારે આરોપીઓએ અલગ અલગ એકાઉન્ટમાં 12,50,000, 10 લાખ, 17,50,000 આમ અલગ અલગ ટ્રાન્જેક્શનનો મળીને કુલ 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

આરોપી ઈરફાન ગુલાબ બાશા અને ઇમ્તિયાઝ ગુલામ બાશા દ્વારા આ પૈસા ફરિયાદી પાસેથી લીધા બાદ દુબઈ ખાતેની કંપનીના એકાઉન્ટમાં 60 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા ન હતા અને બંને ઈસમો દ્વારા સુરતના ફરિયાદી સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા. તો બીજી તરફ આરોપી સામે સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ઈમ્તિયાઝ ગુલામ બાશા દુબઈથી ચેન્નાઈ ખાતે પરત આવ્યો હોવાની માહિતી મળતા જ સાયબર ક્રાઇમ દ્વારા ચેન્નાઇથી ઈમ્તિયાઝ ગુલામ બાશાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.