Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ ૧૬થી ૨૫ ડિસેમ્બર સુધી ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળાને કેન્દ્રીય ટેક્ષટાઇલ અને રેલ્વે રાજયમંત્રી દર્શનાબહેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓની ૧૦ જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

Advertisement

કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ તેમજ DPIIT-ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ૧૦ દિવસીય જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન હસ્તકલા મહોત્સવ અને વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ-૨૦૨૩ કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના GI ટેગ ધરાવતા ૩૦૦ થી વધુ જેટલા કારીગર/સંસ્થાઓએ ભાગ લીધો છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા, માતાની પછેડી, પીથોરા, જામ નગરી બાંધણી, કચ્છ શોલ,સુરત ઝરી ક્રાફટ, અગેટ્સ ઑફ કેમબે, તંગલિયા શોલ, પાટણ પટોળા, કચ્છ એમ્બ્રોડરી જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.Screenshot 1 5

આ પ્રસંગે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી એન્ડ કમિશનર પ્રવિણ સોલંકી, ગરવી ગુજરીના મેનેજિંગ ડિરેક્ટર લલિત એસ સાદું, ઇન્ડેક્ષ્ટ-સી ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.એમ.શુક્લ, ઇન્ડેક્ષ્ટ-સી ના મેનેજર રિકેન શાહ, Index-cના એડમિન ઓફિસર આર.પી.સુતરીયા સહિત દેશભરમાંથી આવેલા હસ્તકલાકારીગરો, હસ્તકલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.