Abtak Media Google News

સુરત  સમાચાર

સોશિયલ મીડિયા પર મિત્ર બન્યા બાદ મહારાષ્ટ્રના એક યુવાને સુરતમાં રહેતી 15 વર્ષીય સગીરા નું અપહરણ કરી મહારાષ્ટ્ર ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની અમદાવાદ ના કાલુપુર ખાતેથી ધરપકડ કરી કિશોરીને છોડાવી હતી .. મુસીબ ઔરંગાબાદ ખાતે ગેરેજ નું કામ કરે છે. અને મુસીબ અને કિશોરી આજથી એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

Advertisement

ત્યારબાદ મિત્રતા વધી અને બંને એ વાતચીત શરૂ કરી હતી તે દરમિયાન થોડા દિવસ પહેલા જ આ મુસીબ સુરત આવ્યો હતો અને એક હોટલમાં રોકાણ કર્યું હતું તે સમયે કિશોરીને પણ હોટલમાં મળવા બોલાવી હતી.. ત્યારબાદ કિશોરી તેમના ઘરે ગઈ અને ત્યાંથી મુસીબ આ કિશોરીને તેમની સાથે મહારાષ્ટ્ર અપહરણ કરી લઈ ગયો હતો. કિશોરીના માતા-પિતાને જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી ..મહત્વનું છે કે હાલના સમયમાં લવ જેહાદ ના કિસ્સાઓ વધી રહ્યા છે તેમાં પણ આ મુસીબની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કટર મુસ્લિમ લખેલું હતું. જેથી માતા-પિતાને લવ જેહાદની આશંકા જતા તાત્કાલિક આજે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે તાત્કાલિક શહેરના સ્ટેશન સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી મુસીબ કિશોરી ને અલગ અલગ જગ્યા એ લઈ ગયો હતો..જ્યારે ફરીથી મહારાષ્ટ્ર જાય.તે દરમિયાન આ કિશોરી અમદાવાદ ના કાલુપુર ખાતે હોવાની પોલીસને બાતમી મળી હતી .જેથી પોલીસે તાત્કાલિક અમદાવાદ ના કાલુપુર જઈ આરોપી મુસીબ ની ધરપકડ કરી હતી અને 15 વર્ષીય કિશોરીને તેમના ચુંગાલમાંથી છોડાવી હતી..હાલ પોલીસે મુસીબની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.