Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતા મનીષ સોલંકી સહિત પરિવારના સાત સભ્યોની આપઘાતની ઘટના સામે આવી હતી. ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ ઝીણવડ ભરી રીતે કરવામાં આવતી હતી. મનીષ સોલંકીના ઘરેથી મળેલા તમામ ડોક્યુમેન્ટ અને બેન્ક રેકોર્ડની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતી હતી. ત્યારે પોલીસને ઘટના સ્થળ પરથી એક બીજી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેના પાર્ટનર ઇન્દ્રપાલ શર્મા દ્વારા પૈસા માટે દબાણ કરવામાં આવતો હોવાનું મનીષ સોલંકી દ્વારા લખવામાં આવ્યું હતું અને આ સ્યૂસાઈડ નોટમાં મનીષ સોલંકીની સહી પણ હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મનીષ સોલંકીએ ઇન્દ્રપાલ નામના વ્યક્તિ સાથે હાર્ડવેરનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારબાદ 20 લાખ રૂપિયા આપવા બાબતે ઇન્દ્રપાલ દ્વારા દબાણ આપવામાં આવતું હતું અને જેના કારણે મનીષ સોલંકી ટેન્શનમાં રહેતો હતો અને તે છેલ્લા કેટલાક દિવસોથી માઈગ્રેનની દવા પણ લઈ રહ્યો હતો.

આ ઉપરાંત પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ઇન્દ્રપાલ શર્મા મનીષ સોલંકીને દિવાળી પહેલા 20 લાખ રૂપિયાનું પેમેન્ટ આપવા માટે દબાણ કરતો હતો. ઉપરાંત બેંકમાંથી લોન લેવા પણ દબાણ કરતો હતો. જેથી એક કરોડ જેટલી રકમની અલગ અલગ લોન માટે મનીષ સોલંકીએ અપ્લાય પણ કર્યું હતું અને જેમાં બે બેંકમાંથી લોન નામંજૂર થઈ હતી અને એક લોન આપઘાતના એક દિવસ પહેલા જ મંજૂર થઈ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ભાવેશ ઉપાધ્યાય

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.