Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં પાંડેસરાના વડોદ ગામના 15 ઓક્ટોબરના રોજ શ્રીરામ નગરની ગલીમાંથી એક ત્રણ વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી હતી. ફરિયાદીના બાજુમાં જ રહેતા જીતેન્દ્ર શાવ અને તેની પત્ની બાળકને તેના સંબંધીના ઘરે લઈ જવું છે તેવું કહીને લઈ ગયા હતા. ત્યારબાદ દીકરો પરત ન આવતા માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આ સમગ્ર મામલે પોલીસે બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. ત્યારે સામે આવ્યું હતું કે, આરોપી જીતેન્દ્ર અને તેની પત્ની બાળકને એક રિક્ષામાં રેલ્વે સ્ટેશન પર લઈ ગયા હતા અને ત્યારબાદ જીતેન્દ્ર તેની પત્ની બાળક સાથે પશ્ચિમ એક્સપ્રેસના જનરલ ડબ્બામાં પંજાબના લુધિયાણામાં લઇ ગયા હતા. પોલીસે લુધિયાણા થી જીતેન્દ્ર શાવ અને તેની પત્ની શોભા કુમારી શાવની ધરપકડ કરી બાળકને સહી સલામત તેના પરિવારને સોંપવામાં આવ્યું.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.