Abtak Media Google News

માનવ મંદિર પાછળનાં છેવાડાનાં વિસ્તારમાં પાણીની વિકરાળ સમસ્યા: રહીશોની ઉગ્ર આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા તમામ ૧ થી ૧૧ વોર્ડમાં ધોળીધજા ડેમામાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ડેમ બારે માસ નર્મદાના પાણીથી ભરેલો હોવા છતાં પાલીકા તંત્રની બેદરકારી અને અણ આવડતના કારણે લોકોને પાણી મળતુ નથી.શહેરના પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોળીયાના વોર્ડ નંબર – ૪ વિસ્તારમાં આવેલ માનવમંદિર પાછળના છેવાડાના વિસ્તારમાં અંદાજે ૨૦૦  થી વધુ મકાનો આવેલા છે.

Img 20180406 205554જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૪૦૦૦ થી વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં વર્ષોથી પાલિકા દ્વારા પાણીની પાઇપલાઈન નાખવામાં આવી નથી કે કોઈપણ ટેન્કર દ્વારા પણ પાણી પૂરું પાડવામાં આવતું નથી. આથી સ્થાનિક મહિલાઓ, યુવતીઓ અને નાની બાળાઓને ઉનાળાની ગરમીમાં ૩ કિલોમીટર દૂર નજીકના ગામ મૂળચંદ ખાતે માથે બેડાં લઇ પાણી ભરવા જવું પડે છે.

જયારે મૂળચંદ ગામે પણ મહિલાઓને હંમેશા પાણી મળી રહે તેવું નથી.અહીં પણ સંપ મારફતે ક્યારે પાણી આવે તેનો કોઈ ચોક્કસ સમય નથી. આથી ઘણી વખત પરત ફરવાનો વારો પણ આવે છે અને ક્યારેક તો એક બેડાં પાણી માટે મહિલાઓ વચ્ચે ઝઘડાઓ પણ થાય છે.

આ અંગે અનેક વખત પાલિકા તંત્ર સહીત સ્થાનિક સદસ્યને રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી અને માત્ર ચૂંટણી વખતે જ રાજકીય આગેવાનો દેખાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ નહિ આવે તો પાલિકા કચેરી ખાતે તોડફોડ સહીત ઉપવાસ આંદોલન અને સામુહિક આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

: જયારે આ અંગે પાલીકાના ચિફ ઓફીસરનો સંપર્ક કરતા વોર્ડ નંબર- ૪  ના છેવાડાના વિસ્તારોમાં નવી પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે અને જુની પાઈપ લાઈન જર્જરિત હોઈ અનેક જગ્યાએ લીંકેજ હોવાથી રહિશોને પાણી નથી મળી રહયુ અને આગામી બે થી ત્રણ મહિનામા નવી પાઈપલાઈન નખાઈ ગયા બાદ નિયમીત અને શુધ્ધ પાણી મળશે તેવી લોકોને હૈયા ધારણા આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.