Abtak Media Google News

વિદ્યાર્થી પાસે લાંચ માંગતો વીડિયો વાયરલ થયો હતો

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે થી એટીકેટી આવ્યા હોય અને વિદ્યાર્થીઓને પાસ કરાવવાના એક વિષયના ૧,૨૫,૦૦૦ રૂપિયાની માંગ કરતા સેક્સન ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિમેશ મકવાણાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. હાલમા આ વીડિયો મેડિકલ ક્ષેત્રમા ખુબ વાઇરલ થયો છે. અને સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ દ્વારા સેક્સન ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિમેશ મકવાણા ને સપેન્ડ કરાયો છે

સી. યુ. શાહ મેડિકલ કોલેજના ફાઇનલ યર એમ.બી.બી.એસ. માં અભ્યાસ કરતા રાહુલ પરમાર નામના વિદ્યાર્થીને સર્જરી વિષયમાં ૯૪ માર્ક્સ અને ગાયનેક વિષયમાં ૪૬ માર્ક્સ આવેલા હોવાનું વિડિયોમાં જણાઈ રહ્યું છે.

આ માર્ક્સને લઈને વિદ્યાર્થી કોલેજના ક્લાર્ક નિમેષ મકવાણા પાસે ગયો હતો. જેમાં નિમેષ આ વિદ્યાર્થીને પાસ થવા માટે એક વિષયના ૧,૨૫,૦૦૦ અને બે વિષય છે એટલે કુલ રૂપિયા ૨,૫૦,૦૦૦ થશે તેમ જણાવી રહ્યો છે અને આ માટે તે ટ્રાય કરશે.તેમજ આ વાત અન્ય વિદ્યાર્થીઓને ના જણાવવા માટે પણ કહે છે.

બીજી તરફ આ વિદ્યાર્થી પણ અઢી લાખના બદલે બે લાખમાં કરી આપવા વિનંતી કરે છે. આ વીડિયો ત્રણ ચાર દિવસ પહેલોની જ હોવાનું જાણવા મળી રહ્યું છે. મેડિકલ કોલેજના સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં આ રીતે સેટિંગ થતું હતું. જેમાં ક્લાર્ક ઉપરાંત કોલેજના અમુક પદાધિકારીઓ અને યુનિવર્સિટીના હોદ્દેદારો પણ મળેલા હતા.પરંતુ છેલ્લા ૩ વર્ષથી આ પ્રકારના કિસ્સાઓ પાર રોક લાગેલી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.