Abtak Media Google News

જીવાપર અને બામણબોરમાં કરોડો રૂપિયાની સરકારી જમીનનું ખોટુ અર્થઘટન કરી અન્ય વ્યકિતઓના નામે કરી દેવાના કેસમાં કોર્ટે સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક કલેક્ટર, ચોટીલાના તત્કાલીન નાયબ મામલતદારને ભાગેડુ જાહેર કરી તેમના વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે. જ્યારે ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટરે આગોતરા જામીન પર મુક્ત થવા કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની સરહદે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાની જાહેરાત થતા જ આ વિસ્તારની જમીનોના ભાવ ઉંચકાયા હતા. ત્યારે ભૂમાફીયાઓનો આ તરફ ડોળો ફર્યો હતો.

ત્યારે સુરેન્દ્રનગર કોર્ટમાં કૌભાંડી અધિકારીઑના આગોતરા જામીન પ્રકરણમાં જામીન ફગાવ્યા બાદ ફરી મુદ્દતમાં ત્રણેય અધિકારીઑને ભાગેડુ જાહેર કરાયા છે.અને આ ત્રણેય અધિકારીઑને તાત્કાલિક અસરે ઝડપી કોર્ટમાં હાજર કરવા માટે કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે.ત્યારે જમી પ્રકરણમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા આ કૌભાંડ પ્રકરણમાં ફરિયાદ નોંધાવી છે.જેને 20 દિવસનો સમય વિતીગયો છે છતાં ઝડપાયા ન હોવાના કારણે કોર્ટ દ્વારા કાર્યવાહી આગળ ચાલે તે માટે ફરમાન કરાયું છે.  12345678

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.