Abtak Media Google News

કાર રોડ નીચે ઉતરી ગઈ અને ખેતરની દિવાલ સાથે અથડાઈ : ગાડી ને નુકસાન : અંદર બેસેલા નો આબાદ બચાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર રોજ બરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરે છે જેમાં અનેક જીંદગીઓ મોતનાં પણ હોય છે ત્યારે આ ખાસ કરીને સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી વધવા પામી છે.
ત્યારે આજે વહેલી સવારે ફરી એક વખત સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા હાઇવે નાનીમોલડી નજીક કાર અકસ્માત સર્જાતા પામ્યો છે જેમાં ખાસ કરીને hyundai કંપનીની ક્રેટા કાર માં ત્રણ લોકો સવાર થઈને અમદાવાદ થી જામનગર તરફ જતા હતા તે અરસામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાનીમોલડી નજીક આવેલ વીવી હોટલ પાસે અચાનક કારના ડ્રાઈવર દ્વારા સ્ટેરીંગ ઉપર કાબૂ ગુમાવી બેઠા હતા.
ત્યારે આ કાર અચાનક રોડની નીચે ઉતરી જવા પામી હતી અને આ ક્રેટા કાર ત્રણ ગલોટીયા ખાઇ જવા પામી હતી અને આ સ્ક્રેટા કાર નો અકસ્માત કારે અનેક ગુળાટો મારતાં ફીલ્મી દ્રષ્ય સર્જાયા હતા. આજુબાજુના લોકો ભેગા થયા આને કાર મા બેઠેલા લોકો ને સહી સલામત બહાર કાઢીયા હતા કાર મા બેઠેલા ડ્રાયવર સહીત ત્રણ નો આકસ્મિક બચાવ થવા પામ્યો છે..

   કાર રસ્તા માંથી ઉતરી સામે ત્રણ ગુલાંટ ખાઈ દીવાલ સાથે અથડાઈ

જિલ્લામાં રોજ બરોજ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા હાઇવે ઉપર અનેક અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાની મોલડી થી પસાર થઈને અમદાવાદ થી જામનગર તરફ જતા પરિવારને અકસ્માત નડયો હતો..
જેમાં ગાડી નો સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી રોડની નીચે ઉતરી જવા પામી હતી અને આ ગાડી ત્રણ ગુલાંટ ખાઇ જવા પામી હતી ત્યારે પણ ગુલાંટ ખાઇ ને આ ગાડી સામે આવેલ દીવાલ સાથે અથડાતા ગાડી ને ભારે નુકસાન થયું હતું ત્યારે સદ્નસીબે અંદર સવાર ત્રણેય લોકો બચી જવા પામ્યા હતા..
ત્યારે આ ત્રણેયને સાજા જોઈને લોકો માં પણ આશ્ચર્ય ચકિત થયા હતા. અને લોકો દ્વારા આ ફિલ્મી દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.