Abtak Media Google News

કેરોસીનનું વિતરણ બંધ થવાથી મહિલાઓને હાલાકી: આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી

રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે અનાજ અને કેરોસીન સહિતનો જથ્થો રેશન કાર્ડ પર આપવામાં આવે છે. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા એપીએલ રેશન કાર્ડમાં મળતું કેરોસીન બંધ કરી દેતા અનેક ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. સમગ્ર જિલ્લામાં અંદાજે ૩ લાખથી વધુ એપીએલ કાર્ડ ધારકો છે જે માસિક કેરોસીન મેળવી રસોઈ સહિતના કામોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરતા હતા. પરંતુ સરકાર દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર અચાનક કેરોસીન બંધ કરી દેતા અનેક ગરીબ પરિવારની મહિલાઓને લાકડા કે અન્ય ઇંધણનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે. એક તરફ સરકાર દ્વારા લોકોને ગેસ કનેક્શન પણ આપવામાં આવ્યા નથી ત્યારે બીજું બાજુ કેરોસીન બંધ કરી દેતા મહિલાઓ માં રોષ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે રેશન કાર્ડ પર મળતો ઘઉં, ચોખા,   ખાંડ સહિતનો જથ્થો ગરીબ પરિવારો વધુ ઉપયોગ કરે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વગર વિચાર્યે કેરોસીન બંધ કરી દેતા મોટી સંખ્યામાં મહિલાઓ કલેકટર કચેરી ખાતે ઉમટી પડી હતી અને બંધ કરેલ કેરોસીન ફરી

Advertisement

શરૂ કરવામાં આવે તેમજ સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત પણ ખાનગી એજન્સી દ્વારા ગેસ કનેક્શન પણ આપતા ન હોવાની ઉગ્ર રજુઆત કરી હતી. આ અંગે તાત્કાલિક કોઈ પગલાં ભરવામા નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.