Abtak Media Google News

તંત્રએ 24 લાખના ખર્ચે બગીચો બનાવ્યો: જાળવણીનો અભાવ

બેઠકના બાકડા ગાયબ, બગીચાની જાળવણી પાછળ કર્મચારીઓ ફાળવ્યા છતાં સફાઇનો અભાવ

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માં એક સમયે અલગ અલગ 30 થી વધુ જેટલી ઓફિસો ચાલી રહી હતી. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ આ જિલ્લા પંચાયત જર્જરિત થઈ ગઈ હોવાના પગલે અમુક ઓફિસો અલગ અલગ જગ્યાઓ પર ખસેડવામાં આવી છે જેમાં ખાસ કરીને શિક્ષણને લગતી જે કચેરીઓ કાર્યરત હતી તેમને પતરાવાળી જો પાસે આવેલી શિક્ષણ વિભાગની ઓફિસમાં લઈ જવામાં આવી છે આ ઉપરાંત અમુક કચેરીઓને રતનપર ખાતે આવેલ અજરામર વિહાર પાર્કમાં ફેરવવામાં આવી છે આ ઉપરાંત અમુક ચોક્કસ કચેરીઓને બહુમાળી ભવનમાં લઈ જવામાં આવી છે એટલે સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત વેર વિખેર થઈ ગઈ છે.

જ્યારે હાલમાં પણ અમુક કચેરીઓ જિલ્લા પંચાયતમાં કાર્યરત રાખવામાં આવી છે ત્યારે સમાજ કલ્યાણ સહિતની ઓફિસો જિલ્લા પંચાયતમાં ચાલુ છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તથા સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ની ઓફિસો પણ આ બિલ્ડીંગોમાં આવેલી છે જે હજુ સુધી કાર્યરત છે કારણ કે તે નવી બિલ્ડિંગમાં ઉપલબ્ધ કરવામાં આવી છે તેમને હજુ સુધી તંત્ર દ્વારા ખંઢેર જાહેર કરવામાં આવી નથી એટલે આ તમામ કચેરીઓ હજુ પણ સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયતમાં ચાલુ રાખવામાં આવી છે.

ત્યારે 2016 ના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ જર્જરિત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને ખંઢેર જાહેર કરવામાં આવ્યું હતું તે છતાં પણ 2022 સુધી તમામ કચેરીઓનું કામકાજ આ જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાં સરસ રીતે ચાલ્યું તે સમયગાળા દરમિયાન જિલ્લા પંચાયતમાં આવેલા બગીચા પાછળ 24 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ખાસ કરીને હજુ પણ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સાંસદ સહિતની કચેરીઓની ઓફિસો આ જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં આવેલી છે અને હજુ તે કાર્યરત છે.

ત્યારે 24 લાખ બગીચા પાછળનો ખર્ચ છેલ્લા છ વર્ષમાં જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ તે ખર્ચ હાલમાં દેખાતો નથી કારણ કે જિલ્લા પંચાયતમાં આવેલો બગીચો જર્જરીત હાલતમાં બની ચૂક્યો છે. દર વર્ષે જ્યારે આયોજનના કામો બહાર પાડવામાં આવે છે ત્યારે બગીચા પાછળ અંદાજીત ચાર લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતા હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે પરંતુ આ ચાર લાખ રૂપિયા નાખવામાં ક્યાં આવી રહ્યા છે તે પ્રજા તંત્ર સામે સવાલ ઉભો કરી રહી છે.

24 લાખનો બગીચા પાછળ ખર્ચ પણ બગીચામાં બાવળ..

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેલ બગીચામાં 24 લાખ રૂપિયા નો ખર્ચ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ બગીચામાં ગુલાબ ગુલમોહર સૂર્યમુખી જેવા વિવિધ પ્રકારના છોડ અને ફૂલ ઝાડ લગાવવાનો ઉલ્લેખ કરાયો હતો પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ આ બગીચો જોતા માત્ર બાવળ નું  સામ્રાજ્ય હોવાનું સામે આવ્યું છે. ત્યારે 24 લાખનો બગીચા પાછળ ખર્ચ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ બગીચામાં માત્ર બાવળ નજર પડી રહ્યા છે ત્યારે આ 24 લાખ ક્યાં ગયા હતા તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે તંત્ર દ્વારા લોકોની સુવિધા તથા કચેરીમાં આવનાર લોકો સમય ગાળી શકે તે માટે આ બગીચો બનાવવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ આ બગીચો પણ કચેરીની સાથે ખંઢેર બન્યો છે.

બેઠક ના બાંકડા ગાયબ – બગીચાની જાળવણી પાછળ કર્મચારીઓ ફળવાયા છતાં સફાઈનો અભાવ વર્તાયો

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેલા બગીચા પાછળ તંત્રએ 24 લાખ રૂપિયાનો ખર્ચો અત્યાર સુધીમાં કર્યો છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ બગીચામાં માત્ર ગંદકી અને બાવળ જોવા મળી રહ્યા છે ત્યારે આ બગીચામાં સામે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા જિલ્લા આરોગ્ય વિભાગની શાખાઓ તથા સાંસદની ઓફિસ આવેલી છે ત્યારે આ બગીચામાં માત્ર બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યાંથી નીકળતા અધિકારીઓ પણ હવે બગીચા સામુ નથી જોતા 24 લાખ નાખ્યા છતાં પણ બેઠકના બાંકડા બગીચામાં નથી જાળવણીના અભાવના કારણે આ બગીચો વેરણ બની ગયો છે ખાસ કરીને આ બગીચા માં બેસવાના બાંકડાઓ પણ હવે ગાયબ થઈ ગયા છે ફુવારાઓ પણ ચોરાઈ ગયા હોય તેવું સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.