Abtak Media Google News

આગેવાનોના દબાણ બચાવી નાના વેપારીઓના દબાણ દૂર કરવા દબાણ થયાની લોકમુખે ચર્ચા

વિસાવદર શહેરના જુનાગઢ રોડ ઉપર આવેલ વિસાવદર જુનાગઢના રાજ્ય ધોરી માર્ગમાં દબાણ હોય તે ખુલ્લું કરાવવા માટેની કાર્યવાહી સરકારી તંત્ર દ્વારા ચાલુ કરાતા સ્થાનિક આ રોડની બન્ને સાઈડમાં આવતા લોકોને નોટિસો આપવામાં આવેલ હતી અને    સોસીયલ મીડિયામાં સોમવારથી દબાણ દૂર કરવામાં આવશે અને તેમાં કોઈ વ્હાલાદવલાની નીતિ તંત્ર દ્વારા રાખવામાં આવશે નહિ તેવી જાહેરાત કર્યા બાદ અચાનક અને આશ્ચર્ય જનક રીતે વિસાવદર જૂનાગઢ રાજ્યધોરી માર્ગના સેન્ટરથી એટલે કે મધ્યબિંદુથી 15 મીટર એરિયામાં આવતું કોઈપણ પ્રકારનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતા અખબારોમાં આ અંગેનું રાજકીય દબાણ આવશે અને મોટા માથાઓ બચી જશે તેવા સમાચારો  પ્રસિદ્ધ કર્યા હતા.

રાજકીય દબાણ આવશે અને ખરા અર્થમાં જે ભુમાફિયા છે તેને તેના આકાઓ બચાવી લેશે વાસ્તવિકરીતે આમ જ બન્યું હોય તે રીતે નોટિસમાં કોઈ સ્પષ્ટતા ન હોય અને અધિકારીને દબાણ આવતા 15 મીટરનો નિયમ રાતોરાત બદલી રાજકારણીઓની મિલકત બચાવવા માટે 12 મીટરનો નિયમ બનો ગયો અને રોડની માપસાઈઝ અંગે અગાવ કરેલી જાહેરાતનું સુરસુરીયું થઈ ગયુ.

આ બાબતે રાતોરાત નિયમ બદલવાની ફરજ કોણે પાડી અને કોના કહેવાથી મોટી મોટી જાહેરાત કરનારને રાજકીય કંઠ પૂતળી બની રાજકારણી ઓના ફોનથી ઘુંટણીએ પડવું પડ્યું અને બદલીની બીક લાગતા ગરીબ અને મજૂર વર્ગના લોકોને જ ટાર્ગેટ કરવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહિયું છે ત્યારે સોમવારની ડીમોલિશનની જાહેરાત સંબંધે શુ થાય છે તે જોવાનું રહિયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.