Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં થાન મુળી ચોટીલા પંથક વચ્ચે પાંચાળ પ્રદેશ આવેલો છે. ત્યારે આ પ્રદેશમાં વીડ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે વીડ તેમજ આ પ્રદેશ વિસ્તારમાં જંગલી જનાવરો વસવાટ કરતા હોય તેવું અનુમાન વન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે અને આજુબાજુમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં પણ વારંવાર આવા જંગલી જનાવરો દેખા દેતા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે અને તેવા પ્રકારની ફરિયાદો પણ સુરેન્દ્રનગર વન વિભાગને મળેલી છે ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં જંગલી જનાવર ગણાતા દીપડાનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

Advertisement

2015ના સર્વેમાં એકપણ દિપડો ન હતો આજે વારંવાર દેખાય છે ‘દિપડો’

સુરેન્દ્રનગર વન વિભાગની ટીમ દ્વારા જિલ્લાના વિસ્તારોમાં વસવાટ કરતા દીપડાઓની સંખ્યા ગણતરી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 14 જેટલા દીપડાઓ વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તેમજ મૂડી ચોટીલા થાન વઢવાણ સહિતના વિસ્તારોમાં છેલ્લા વર્ષોમાં દીપડાઓએ દેખા દીધી હોવાનું સામે આવ્યું છે આ જ આધારે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશ અને ઠાંગા વિસ્તારમાં દીપડાની સંખ્યા વધુ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કુલ 14 જેટલા દીપડાઓની સંખ્યા નોંધાય છે અને આ અંગે દીપડાઓ વધવા પાછળના કારણો તેમજ દીપડાઓની સંખ્યામાં અચાનક સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ આટલો બધો વધારો થઈ ગયો તે અંગે પણ હવે વિગતો મેળવવાનો પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

જોકે અલગ અલગ વિસ્તારોમાં 14 જેટલા દીપડાઓ નોંધાયા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ દીપડાઓ દ્વારા કોઈ હિંસક હુમલાઓ માનવ ઉપર નથી કરવામાં આવ્યા તેવા પ્રકારનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી ખાસ કરીને જે પાંચાળ પ્રદેશ આવેલો છે ત્યાં આવેલ માંડવ વનમાં દિપડાઓ વસવાટ કરીને ત્યાં રખડતા અન્ય જનાવરોનો શિકાર કરી અને પોતે પેટ ભરી લેતા હોય તે પ્રકારનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પરંતુ અચાનક આટલા દીપડાઓની સંખ્યામાં કેમ વધારો થઈ ગયો તેની સામે પણ હવે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ દીપડાઓએ દેખા દીધી

સામાન્ય રીતે દિપડો એ હિંસક પ્રાણી ગણી શકાય ત્યારે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં દીપડાની સંખ્યા 14 જેટલી વન વિભાગના સર્વેમાં નોંધાય છે ત્યારે સુરેન્દ્રનગર વન વિભાગને ફરિયાદો પણ દિપડા પાંજરે પુરવાની એટલી જ મળી છે ખાસ કરીને થાન મુળી ચોટીલા પંથકમાં દીપડા વારંવાર દેખા દેતા હોય તેવું સામે આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ દિપડા પકડવા અને પાંજરે પુરવા અંગેની ફરિયાદ સુરેન્દ્રનગર વન વિભાગને મળી છે ખાસ કરીને કેટલીક વખત આવા દીપડાઓ મૂડી હાઇવે ઉપર નજરે પડ્યા છે તો કેટલીક વખત ખેડૂતોના ખેતરમાં દીપડાના નિશાનો દેખાયા છે. શાળાની દિવાલ ઉપર દિપડો દેખાયા હોવાના ફોટા વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે.

દીપડાને પોતાનો પરિવાર હોતો નથી

શુન્ય માટે સર્જન જેવી પરિસ્થિતિ દીપડા મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લામાં કામે આવી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં 14 જેટલા દીપડાઓ વસવાટ કરતા હોવાનો સર્વે સામે આવ્યો છે. આ મુદે તજજ્ઞો જણાવવાનું છે કે દિપડો કોઈ દિવસ પોતાના પરિવાર સાથે વસવાટ નથી કરતો હોતો જ્યારે દીપડી બચ્ચાને જન્મ આપે અને બચ્ચા એક વર્ષના થઈ જાય એટલે દીપડી પણ બચ્ચાને મૂકી અને પોતાની અલગ દુનિયામાં વસવાટ કરવા લાગતી હોય છે અને બચ્ચા પણ પોતાની જાતે જંગલી જનાવરોનો શિકાર કરી અને પેટ ભરી લેતા હોય છે દીપડાને કોઈ દિવસ પોતાનો પરિવાર હોતો જ નથી.

જ્યાં કૂતરાની સંખ્યામાં વધારો થાય ત્યાં દીપડાની સંખ્યા પણ વધે

જ્યાં કૂતરાની સંખ્યામાં વધારો થાય ત્યાં દીપડાની સંખ્યા પણ વધે તેવું એક વર્ષોથી અનુમાન છે અને દીપડા ખાસ કરીને એવી જગ્યાઓ ઉપર વસવાટ કરતા હોય છે જ્યાં સરળતાથી ખોરાક મળી રહે ખાસ કરીને કુતરાના શિકાર દીપડા દ્વારા કરવામાં આવતા હોય તે પ્રકારનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અન્ય જંગલી પ્રાણીઓના શિકાર પણ આવા દીપડાઓ કરતા હોય છે અને માસ ખાતા માનવ ઉપર પણ દીપડો હુમલો કરી શક્યા છે ત્યારે ખોરાક સરળતાથી પ્રાપ્ત થતી જગ્યાઓ ઉપર વસવાટ કરતા દીપડા તથા દીપડી ની સંખ્યામાં સતત વધારો થાય છે તેવું અનુમાન છે સરળતાથી ખોરાક પ્રાપ્ત થાય તો એક દીપડી ત્રણથી વધુ બચ્ચાને જન્મ આપી શકે છે જો તેનું સ્ટ્રગલ ભર્યું જીવન હોય તો તે દીપડી એક થી બે બચ્ચાને જન્મ આપે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.મીડિયા ઉપર વાયરલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.