Abtak Media Google News

સુરત  સમાચાર

સુરતના ઇચ્છપોર વિસ્તારમાં  છઠ્ઠપૂજા કરવા જતા બાઈક સવાર વિદ્યાર્થીનું મોતની ઘટના સામે આવી છે . મૃતક કિશોરનું નામ અંકિત શાહુ  16 વર્ષનો હતો. અંકિત દામકાના સંજીવની સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે પોતાના મિત્રો જોડે છઠ્ઠપૂજા કરવા જતા અજાણીયા કાર ચાલકે ટક્કર મારતા  માથાના ભાગે ગંભીર થતાં તેને  સારવાર અર્થે  તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ આવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે અંકિતને મૃત જાહેર કર્યો હતો. હાલ સમગ્ર મામલે ઈચ્છાપુર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.