સુરેન્દ્રનગર: સૂર સાગર ડેરીના ચેરમેનએ પદ બચાવવા માટે ચૂંટણી પહેલા દોડધામ શરૂ કરી..!!

સુર સાગર ડેરીના ચેરમેને ડિરેક્ટરોને ગુજરાત બહાર મોકલી દીધા

 

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરની મુખ્ય દૂધની ડેરી ગણાતી સુરસાગર ડેરી ફરી એક વખત વિવાદમાં આવી છે, તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે પરંતુ હજુ સુધી ચૂંટણી તંત્ર દ્વારા આ મામલે કોઇપણ જાતની જાહેરાત કરવામાં આવી નથી તે છતાં પણ સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીના ચેરમેન દ્વારા તમામ ડિરેક્ટરોને ગુજરાત બહાર લઇ જવામાં આવ્યા છે અને અન્ય રાજ્યમાં ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગુજરાત રાજ્યના માલધારી સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સતીશ ગમારા કર્યો છે.

જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે, સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી ભ્રષ્ટાચારથી ખદબદતી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે, તેવા સંજોગોમાં હજુ સુધી પ્રશાસન વિભાગે તંત્ર દ્વારા કોઈપણ જાતની ચૂંટણી જાહેર કરવામાં આવી નથી તેમ છતાં પણ તમામ ડાયરેક્ટરો અને ગુજરાત બહાર અન્ય રાજ્યમાં નજરકેદ રાખવામાં આવ્યા છે અને ફરી એક વખત સત્તાનું શાસન ટકી અને તમામ ડાયરેક્ટરો હાલના જે ચેરમેન છે તેની તરફ મતદાન કરે તેવા ઈરાદા સાથે ગુજરાત બહાર તમામ ડાયરેક્ટરોને લઈ જવામાં આવ્યા છે. ત્યારે સુરસાગર ડેરીના ચેરમેનને ચૂંટણી તંત્ર દ્વારા આગોતરી જાણ કરી દેવામાં આવી હોવાના કારણે તમામ ડાયરેક્ટરોને નજરકેદ ગુજરાત બહાર રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ચૂંટણી હજુ સુધી ડેરીની જાહેર થઈ નથી ત્યાં તમામ ડેરીના ડાયરેક્ટરો અને અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવતા ચકચાર વ્યાપ્યો છે.

ત્યારે ડાયરેક્ટરો પાછળ 50થી 60 લાખ રૂપિયાનો ખર્ચો કર્યા કરતા માલધારી પાછળ ખર્ચ કરવામાં આવે તો ખરા અર્થમાં માલધારીઓને લાભ થાય તેવુ માલધારી સેના ગુજરાત પ્રદેશ સંગઠન સતિષભાઈએ આક્ષેપ કર્યો છેત્યારે સુરસાગર ડેરીના ચેરમેન દ્વારા પૂર્વ ચૂંટણીની વ્યૂહરચના કરી અને આ પ્રકારના કૃત્ય આચરવામાં આવતા હાલમાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ બાબતનો સમગ્ર ઘટસ્ફોટ ગુજરાત પ્રદેશ સંગઠન માલધારી સેનાના સતિષભાઈ ગમારાએ કર્યો છે તેવા સંજોગોમાં આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ મામલે યોગ્યતા કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.