Abtak Media Google News

૮૦થી વધુ બાળકો-બહેનોની તપાસ-સારવાર કરાઈ; મલ્ટિ સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક, ફિઝીશ્યન, જનરલ સર્જરી, બાળરોગ સ્ત્રીરોગ સહિતના વિભાગો કાર્યરત

બોલબાલા ટ્રસ્ટ અને સહયોગ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે બહેનો-બાળકો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ડો. મધુ વાઘેલા (બાળકોનાં નિષ્ણાંત), ડો.ઉમેશ વાઘેલા (સીનીયર ફીજીયશન), ડો. મહાવીર મુદ્રા (જનરલ તથા લેપ્રોસ્કોપીક સર્જન) તેમજ ડો. મૌલીક મોરી (સ્ત્રી રોગના નિષ્ણાત) દ્વારા ૭૦ થી ૮૦ જેટલા દર્દીઓને તપાસી સારવાર કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલ નિ:શુલ્ક કેમ્પનું સફળ આયોજન સહયોગ હોસ્પિટલ, વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઈન રોડ ખાતે કરાયુ હતુ.

હેલ્થ સારી રહે તે માટે ૨૦ મિનિટ એકસરસાઈઝ કરવી જોઈએ: ડોક્ટર મહાવીર મુદ્રા

Surgeon-Diagnosis-Camp-Hosted-By-The-Bollbala-Trust-And-Collaboration-Hospital
surgeon-diagnosis-camp-hosted-by-the-bollbala-trust-and-collaboration-hospital

ડો. મહાવીર મુદ્રાએ અબતક સાથે થયેલ વાતચીતમાં જણાવ્યું કે હું જનરલ સર્જરી, લેપ્રોસર્જરી ટ્રોમા સર્જરીનો વિભાગ સંભાળુ છું આજનાં ફ્રી નિદાન કેમ્પમાં ચાલીસ દર્દીઓની તપાસ કરેલ છે. આજનાં કેમ્પમાં ૮૦ દર્દીઓએ લાભ લીધો છે. આજરો ગરીબ દર્દીઓને લાભ મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબીટીસા બીપી, સ્ત્રીરોગ, બાળરોગ જેવા દર્દીઓએ લાભ લીધો હતો. મારૂ બધાને એવુ કહેવાનું છે કે ૨૯-૮-૧૯ના રોજ સ્પોર્ટ ડે છે. તો વીસ મીનીટ ફીજીકલ એકટીવીટીમાં એકસરસાઈઝ કરવી જોઈએ જેના કારણે હેલ્થ સારી રહે.

કેમ્પમાં મુખ્યત્વે ડાયાષબટીસ, બી.પી. જેવી બીમારીઓની સારવાર: ડો. ઉમેશ વાઘેલા

Surgeon-Diagnosis-Camp-Hosted-By-The-Bollbala-Trust-And-Collaboration-Hospital
surgeon-diagnosis-camp-hosted-by-the-bollbala-trust-and-collaboration-hospital

ઉમેશ વાઘેલા એમ.ડી. ફીઝીશ્યનએ અબતક સાથે થયેલ મુલાકાતમાં જણાવ્યું કે આજે સ્ત્રી બાળકો માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ મુખ્યત્વે ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, હૃદયની તકલીફ તથા દુખાવો વગેરે બીમારીની સારવાર કરવામાં આવી છે. જેમાં ત્રીસથી પાંત્રીસ દર્દીઓએ ફીજીશ્યનની સારવાર લીધી હતી.

બાળકો માટે રેગ્યુલર રસીકરણ અને ચોખ્ખાઈ મહત્વની: ડો. મધુ વાઘેલા

Surgeon-Diagnosis-Camp-Hosted-By-The-Bollbala-Trust-And-Collaboration-Hospital
surgeon-diagnosis-camp-hosted-by-the-bollbala-trust-and-collaboration-hospital

ડો. મધુ વાઘેલાએ અબતક સાથે થયેલ મુલાકાતમાં જણાવ્યુંં કે, બાળરોગ નિષ્ણાંત તથા નવજાત શિશુ નિષ્ણાંત છું અહીયા આજે બોલબાલા ચેરીટેબલટ્રસ્ટ તથા સહયોગ ખાતે દ્વિતીય ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે. જેમાં અંદાજે દસ બાળકો એ આ કેમ્પમાં લાભ લીધેલ છે. બાળકો માટે એટલુ કહીશ કે રેગ્યુલર ચોખાઈ મહત્વની હોય છે. અને રેગ્યુલર રસીકરણ મહત્વનું હોય છે. તથા રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવુ જોઈએ બાળક જન્મતા જ ડોકટરની તપાસ કરાવવી જોઈએ પછી સમયે સમયે રસીકરણ તથા ચેકઅપ કરાવતા રહેવું જોઈએ રસીકરણનું એક સીડયુલ હોય છે. જન્મ પછી દોઢ સાડાત્રણ, નવ મહિને આમ ત્રણ વાર રસીકરણ કરાવવું જોઈએ બાળકનો વજન, હાઈટ પણ જોતુ રહેવું તથા બાળકોને રેગ્યુલર પોસ્ટીક આહાર આપતુ રહેવું જેથી બાળક બીમાર ન પડે અત્યારે ચોમાસાની ઋતુમાં બાળકોને વધારે અસર થતી હોય છે. જેમકે શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટી જેવી બીમા થતી હોય છે તો વદારે પડતી ચોખાઈ રાખવી જોઈએ જેથી બાળકો ઓછા બીમાર પડે.

ડેન્ગ્યુ-મેલેરીયાના વધુ પડતા ઉપદ્રવને કારણે ફિઝીશ્યન-જનરલ સર્જન કેમ્પમાં સહભાગી થયા: નિર્મલાબેન પટેલ

Surgeon-Diagnosis-Camp-Hosted-By-The-Bollbala-Trust-And-Collaboration-Hospital
surgeon-diagnosis-camp-hosted-by-the-bollbala-trust-and-collaboration-hospital

સહયોગ હોસ્પિટલના ડાયરેકટર નિર્મલાબેન પટેલએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું કે આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે જેની અંદરી બંને એ ભાગ લીધેલ છે. ખાસ કરીને બાળરોગ નિષ્ણાંત અને સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અત્યારે વધારે પડતા ડેંગ્યુના તાવના તથા મેલેરીયાના ઉપદ્રવના કારણે ફીઝીશ્યન તથા જનરલ સર્જન પણ કેમ્પમાં સહભાગી રહ્યા છે. જેથી વધારેમાં વધારે દર્દીને કેમ્પનો લાભ મળી શકે અને આ કામમાં અમો સહભાગી બની શકીએ અમારી હોસ્પિટલ મલ્ટીપે. હોસ્પિટલ છે જેની અંદર દરેક જાતના વિભાગ છે. જેમાં ખાસ કરીને ઓર્થોપેડીક વિભાગ, જેની અંદર દરેક સાંધાના, થાપાના ઓપરેશન તથા હાડકાના તથા તમામ રોગોની સારવાર તેમજ ફીજીશ્યન વિભાગ જેમાં ક્રિટીકલ પેસન્ટ, આઈસીયુ વિભાગમાં ક્રિટીકલ પેસન્ટને સારવાર આપી રહ્યા છીએ. જનરલ સર્જરી વિભાગમાં ડો. મહાવીરા મુદ્રા દ્વારા આંતરડાના રોગો તથા ઓપરેશન અને સારવાર આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંતમાં બાળકોને રસીકરણ તાવ તથા કોઈ પણ રોગ માટેની સારવાર આપવામાં આવે છે. સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. મૌલીક મોરીએ સ્ત્રી રોગ, પ્રસુતી ઓપરેશન, સીજેરીયન તેમજ બાળકોને તથા કોથળીને લગતી સારવાર આપી છે. અત્યારે ટેકનોલોજી વિશે એટલુ કહીશ કે મેડીકલ લાઈનમાં નવી નવી ટેકનોલોજી આવી રહી છે. જેની અંદર દરેક સાધનો અપડેટ થઈને આવી રહ્યા છે. એજ રીતે મેડીકલની અંદર નવા સાધનો ઉપયોગ કરી અપડેટ કરી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

ડિલિવરી દરમિયાન ડોકટરની વિઝીટ જરૂરી: ડો. મૌલિક મોરી

Surgeon-Diagnosis-Camp-Hosted-By-The-Bollbala-Trust-And-Collaboration-Hospital
surgeon-diagnosis-camp-hosted-by-the-bollbala-trust-and-collaboration-hospital

ડો. મૌલિક મોરીએ અબતક સાથે મુલાકાતમાં જણાવ્યું કે, પોતે સ્ત્રી રોગ નિષ્ણાંત છે આજે નિદાન કેમ્પમાં ડિલવરીના ત્રણ થી ચાર દર્દીઓ પીસીઓએસનાં કેસીસ જેને ઈરેગ્યુલર મેન્સીસ, તથા વેટગેન જેવી તકલીફો તથા સફેદ પાણીના કેસીસ તથા બાળકની કોથળી નીચે ખસી જવું એવા દર્દીઓએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. મારૂતો એટલુ કહેવું છેકે ડિલવરી દરમ્યાન ડોકટરોની વીઝીટ જરૂરી છે. પણ પ્રીકનસલીંગ કાઉન્સેલીંગ પણ એટલું જરૂરી છે. કેમકે બાળક ખોડ ખાપણ વાળુ ન આવે તે માટે પીસીઓએસ પોલીસીસ્ટીક ઓવરીયલ ડીસ્ટીક અત્યારે બહુ જોવા મળે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.