ધન્ય છે આ ગૌ પ્રેમી દેશને

આ દેશમાં ગૌ હત્યા બદલ તુરંત મૃત્યુદંડનો કાયદો છે

દૂધ, દહીં, ઘી, માણસ અને અનાજનું મબલખ ઉત્પાદન કરતા દેશમાં વ્યક્તિદીઠ આવક ૧ લાખ ૨૫ હજાર..!!

‘ઉરૂગ્વે’એક એવો દેશ છે, જેમાં લગભગ વ્યક્તિ દીઠ ચાર ગાયો છે. અને આખા વિશ્ર્વમાં ખેતીની બાબતમાં પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે.

માત્ર ૩૩ લાખ લોકોની વસતી ધરાવતો આ દેશ છે, અને ૧ કરોડ ૨૦ લાખ ગયો છે. અને પ્રત્યેક ગાયના કાન પર ઇલેકટ્રોનિક ચીપ લગાડવામાં આવી છે. જેથી કઇ ગાય કયાં છે. તેની દેખરેખ રાખી શકાય.

આ દેશમાં ખેતી કરવાની પણ એક વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં એક કિસાન મશીનની અંદર બેસીને પાકને લણવાનું કાર્ય કરે છે. તથા અન્ય કિશાન તેને સ્ક્રીન જોવે છે કે જેથી પાકનો ડેટા શું છે? તે જાણી શકાય. એકઠા કરવામાં આવેલા ડેટાની માહિતી દ્વારા ખેડૂત પ્રતિ વર્ગ મીટરની ઉપજનું જાતે વિશ્ર્વેષણ કરે છે.

વર્ષ ૨૦૦૫માં ૩૩ લાખ લોકોનો આ દેશ ૯૦ લાખ લોકો માટે અનાજ પેદા કરતો હતો. અને આજે બે કરોડ ૮૦ લાખ લોકો માટે અનાજ પેદા કરે છે!

‘ઉરૂગ્વે’ના સફળ પ્રદર્શન પાછળ દેશ, ખેડૂતો અને પશુપાલકો દ્વારા કરવામાં આવેલુ વર્ષોનું અધ્યયન સામેલ છે. ખેત અભ્યાસ માટે ૫૦૦ કૃષિ એન્જિનીયર લગાવવામાં આવ્યા છે. અને આ દરેક લોકો ડ્રોન અને સેટેલાઇટ વડે કિસાનો પર દેખરેખ રાખવામાં આવે છે કે જેથી નિર્ધારીત કરવામાં આવી છે. એટલે કે, ‘દુધ, દહીં, ઘી, માખણ સહિત દેશની વસ્તી કરતા અનેક ગણુ વધારે અનાજનું ઉત્પાદન થાય છે.મળલબ ઉત્પાદન થવાની અનાજ, દૂધ, દહીં, ઘી, માખણની સારી એવી નિકાસ કરવામાં આવે છે. અને દરેક ખેડૂત લાખો રૂપિયા કમાય છે.’

વ્યક્તિ દીઠ દરેક વ્યક્તિ કમસેકમ ૧ લાખ ૨૫ હજાર મહિને કમાય છે. એટલે કે ૧૯૦૦૦ ડોલર વર્ષભરમાં કમાય છે. આ દેશનું રાષ્ટ્રીય ચિન્હ સૂર્ય છે અને રાષ્ટ્રીય પ્રગતિ ચિન્હ ગાય અને ઘોડો છે. ઉરૂગ્વે દેશમાં ગાયની હત્યા કરવા બદલ તુરંત ફાંસી આપવાનો કાયદો છે. ‘ધન્ય છે આ ગૌ પ્રેમી દેશને’  અહીંની મૂળવાત તો એ છે કે આ દરેક ગૌ ધન ભારતીય છે. તેથી અહીં ‘ઇન્ડિયન કાઉ’ તરીકે ઓળખવામાં આવે છે, અને દુ:ખ એ વાતનું છે કે ભારતમાં ગૌ હત્યા થાય છે અને ઉરૂગ્વેમાં ગૌ હત્યા બદલ મૃત્યુદંડનો કાયદો છે.

શું આપણે આ કૃષિ રાષ્ટ્ર ઉરૂગ્વે પાસેથી કંઇક શિખામણના લઇ શકીએ??.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.