Abtak Media Google News

ચો તરફ પહાડ, પાણી અને જંગલથી ઘેરાયેલ આ સ્થળ પર દર વર્ષે લાખોની સંખ્યામાં મુસાફરો ઉમટી પડે છે

હરવા ફરવાના શોખિનો માટે દુનિયામાં એવા ઘણાં સ્થળો છે જે ખરેખર અદભૂત અને કુદરતી સૌદર્યતાથી ભરેલા છે. આવા સ્થળો રોમાંચક સફરનો અનુભવ કરાવે છે જે કોઇના કોઇ રહસ્ય સાથે જકડાયેલા છે.

જેમાંથી એક અદભૂત અને ફરવા માટે સર્વ શ્રેષ્ઠ સ્થળ છે.  સ્લોવેનિયોનો બ્લડે આયલેન્ડ કે જે દરિયાની વચ્ચોવચ્ચ આવેલો છે. તેમજ પહાડ અને જંગલોથી ધેરાયેલો છે.

આ ખૂબસુરત આયલેન્ડ કોઇ જાદુઇ દુનિયાથી કમ નથી.

આ આયલેન્ડની મધ્યમાં એક ઐતિહાસિક ચર્ચ આવેલું છે જે ૧૭મી સદીમાં નિર્માણ પામેલુ હોવાનું કહેવાય છે.

બ્લેડ આપલેન્ડ યુરોપના ઉતરી સ્લોવેનિયમાં આવેલો છે. દર વર્ષ ઉનાળું વેકેશનમાં અહીં લાખોની સંખ્યામાં મુસાફરો આવે છે. આ આયલેન્ડને બ્લેડ લેકના નામે પણ ઓળખવામાં આવે છે.

આ સુંદર સ્થળ લ્યુબલ્યાના ઇન્ટરનેશનલ અરેપોટથી ૩૫ કીમીની દુરી પર સ્થિત છે. ચર્ચની સાથે આ આયલેન્ડ પર બ્લેડ નામનું શહેર પણ વસેણું છે.

બ્લેડ લેક પર ધણી બધી બિલ્ડીંગ પણ આવેલી છે. અહીં બીડલ્બ્યુ પ્રીમિયમ હોટલ છે જયાં આ આયલેન્ડ પર રાત્રી રોકાણ થઇ શકે છે ચારે બાજુ હરિયાળી, પાણી અને પહાડો વચ્ચે ઘેરાયેલ આ બ્લેડ આયલેન્ડની મુલાકાત ખરેખર અદ્ભૂત અને રોમાંચક બની રહેશે. વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ સુંદર શહેરોમાં આ આયરલેન્ડ સુંદર માનવામાં આવે છે.

આ આખું જંગલથી ઘેરાયેલું સ્થળ છે, જેની વચ્ચે એક ઐતિહાસિક ચર્ચ પણ આવેલુ છે.

અને રહસ્યમયી સ્થળો પર લોકો સૌથી વધુ ફરવાનું પસંદ કરે છે.  સામાન્ય રીતે ઉનાળુ વેકેશનમાં લોકો બહાર ફરવા જવાનું પસંદ કરતા હોય છે. અને અમુક લોકોનું એડવેન્ચર સ્થળ તથા પૌરાણિક, ઐતિહાસિક જગ્યાઓએ જવાનું વધુ પસંદ કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.