Abtak Media Google News

Table of Contents

શરીરના તમામ ભાગો પર સૌંદર્યલક્ષી શસ્ત્રક્રિયા કરવામાં આવે છે: તેનું સામાન્ય કાર્ય દેખાવને પુન: સ્થાપિત, અપંગતા સુધારણા, જન્મ જાત ખોટ, બર્ન્સ કે ચહેરાને પુન: નિર્માણ કરે છે

આચાર્ય સુશ્રુતે સૌ પ્રથમ તૂટેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરી હતી: 1757 માં અંગ્રેજોએ પ્લાસીની લડાઇ જીતી ત્યારે ઘાયલ સૈનિકો ઉપર પ્લાસ્ટિક સર્જરી કરી હતી: આજકાલ એસિડ એટેકને કારણે કદરૂપા ચહેરાને ફરી નિર્માણ કરવામાં આ સર્જરી બહુ કારગત નિવડી છે

દુનિયાની પ્રથમ પ્લાસ્ટિક સર્જરી કરનાર આચાર્ય સુશ્રુતે લખેલા ગ્રંથમાં 300 થી વુધ ઓપરેશન અને 1પ0 યંત્રોનો ઉલ્લેખ કરાયો છે: આજે ફિલ્મો, ટીવી, સિરીયલમાં ચહેરા બદલવાની સ્ટોરીમાં આ સર્જરી બતાવે છે.

ભારતીય ચિકિત્સા પ્રણાલીમાં પ્રાચિન કાળથી અમલમાં છે. આવી અઘરી સર્જરી જયારે અંગેજોને ખબર પડી એટલે એ તેને ઇગ્લેંડ લઇ ગયા હતા. બાદમાં આખા યુરોપ અને અમેરિકામાં આ પઘ્ધતિનો ઉપયોગ થવા માંડયો. હૈદરઅલી અને ટીપુ સુલતાન સાથે લડાઇ બાદ અંગ્રેજોને ભારતના બે મહાન આવિસ્કારની ખબર પડી જેમાં એક યુઘ્ધમાં રોકેટનો ઉપયોગ અને બીજી પ્લાસ્ટીક સર્જર, આજના પર્વતમાન યુગમાં આ સર્જરી ખુબ જ ખર્ચાળ છે. ભારતીય સંસ્કૃતિ દુનિયાની સૌથી જાુની સંસ્કૃતિ પૈકી એક છે. આજ કારણે આપણાં દેશે વિશ્ર્વને કલા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું છે. આજથી 2600 વર્ષ પહેલા આચાર્ય સુશ્રુતે તેની શોધ કરી હતી.

Advertisement

શોધ, સંશોધનમાં વિશ્ર્વમાં ભારત પહેલા નંબરે છે તેથી વિવિધ આવિસ્કારોમાં હિરા, અણું જેવી વાત હોય ત્યારે હજારો વર્ષથી ભારતીય વૈજ્ઞાનિકોએ દુનિયાને આધારો આપ્યા છે. અને આના ઉપર જ આધુનિક વિજ્ઞાન ચાલી રહ્યું છે. ઇસાથી પૂર્વે આપણાં દેશમાં અનેક શોધ થઇ ચૂકી છે. જેને અનેક સદીઓ પછી દુનિયાએ પણ માન્યું છે. શરીરના તમામ ભાગો પર સૌદર્ય લક્ષી શસ્ત્રક્રિયા એટલે જ આ સર્જરી કે કોસ્મેટીક સર્જરી તે સામાન્ય દેખાવને પુન:સ્થાપિત કરે છે. ખાસ કરીને અપંગતા, જન્મજાત ખોટ કે બર્ન્સ અને ચહેરાને પુન: નિર્માણ કરે છે.

આજકાલના યુગમાં એસિડ એટેકને કારણે કદરુપા ચહેરા ને ફરી પુન નિર્માણમા આ સર્જરી બહુ કારગત નિવડી છે. વિશ્ર્વમાં સૌ પ્રથમ આવી સર્જરી તૂટેલ નાક ઉપર કરીને પહેલા જેવું જ નાક નિર્માણ કરીને સૌને અચંબિત કરાયા હતા. એ જમાનામાં અંગ્રેજ સૈનિકોની નાકની સર્જરી પણ ભારતીય ચિકિત્સકોએ કરી હતી. આજે તો ફિલ્મ સ્ટોરો કે અમીર લોકો વધતી ઉમરનો કારણે ચહેરાની સર્જરી કરાવે છે. ખાસ હિરો-હિરોઇન તેના ચહેરાની માનવત વધુ કરાવતા હોય છે. આજકાલની ફિલ્મોમાં કે ટીવી ધારાવાહિક માં આ પ્રકારની સર્જરી બનાવે છે કે ચહેરા બદલાવવાની સ્ટોરી આવે છે.

આજના સમયમાં આ ઓપરેશનમાં પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટીક સર્જરી સાવ સામાન્ય છે. પણ અતિ ખર્ચાળ છે. તેથી સામાન્ય જનતાને પરવડે નહી. આજની મોર્ડન સર્જરીમાં આ સર્જરી સામાન્ય થઇ ગઇ છે. વધતી ઉમરને કકારણે ચહેરાની કરચલીઓ દૂર કરાવે છે. માઇનલ જેકશન ડાન્સરે તો 30 થી વધુ સર્જરી તેના ચહેરાની કરાવી હતી તો આપણા જુના સ્ટાર દેવાનંદે પણ આ કરાવેલ હતી તેથી જ તે ફુલ સ્લીવના ટીશર્ટમાં વધુ જોવા મળતા હતા. દુનિયાની પ્રથમ પ્લાસ્ટિક સર્જરી કરનાર આચાર્ય સુશ્રુતે કરી હતી તેના ગ્રંથમાં તેમના દ્વારા કરાયેલા 300 ઓપરેશનનો અને 1પ0 યંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. 300 થી ર00 ઇ.સ. પૂર્વે કુષાણ રાજયના રાજ વૈદ્ય ચરકે પોતાના ગ્રંથ ચરક સંહિતામાં અનેક પ્રાકૃતિક દવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સોના ચાંદીના ભસ્મ અને એવી કોઇ બિમારી ન હતી જેની દવા તેની પાસે ન હોય, આજ કારણે તેને ભારતીય ચિકિત્સા અને દવાના પિતા કહેવામાં આવે છે.

આ પ્રકારની સર્જરી પહેલા વિવિધ પરિક્ષણો કરાવવા પડે છે. જેમાં રકત, યુરીન, કાર્ડિયાક, સ્કેન જેવા પરિક્ષણોની જરુરીયાત રહે છે. જો એમાં એનિમિયા કે ગંભીર ચેપ હોય તો આ સર્જરી કરતી નથી. લોહીમાં લાલ કણ લ્યુકોસાઇટસ અને પ્લેટ લેટની માત્રા જરુરી છે. કોગ્યુલોગ્રામમાં લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા તપાસાય છે જેને કારણે સર્જરી વખતે ના મોટા રકતસ્ત્રાતના જોખમને ટાળી શકાય છે. હાલ તો વિશ્ર્વમાં આ સર્જરી એ ઘણી પ્રગતિ કરી હોવાથી ઘણા તબીબો વધારાની તાલીમ પણ લે છે. 199 માં અમેરિકન યુનિયને આ અભ્યાસક્રમનું નાબદલીને પ્લાસ્ટિક સર્જક શબ્દ પ્રયોજાય છે. પહેલા પ્લાસ્ટિક એન્ડ રીકોસ્ટ્રકિટવ સર્જન કહેવાતા હતા.

આજે બોલિવુડ કે હોલીવુડની હિરોઇન તેના સ્તન ને સુડોળ કરવા આ સર્જરી કરાવી રહી છે. ચહેરો અને બોડી લુક જેવા વિવિધ પાર્ટોની કોમ્મેટીક સર્જરી નો આજકાલ બહુ જ ક્રેઝ છે. આજ સૌને રુપકડો ચહેરો ગમે છે તેથી ખાસ મહિલાઓ આ ટેકનિકનો વધુ ઉપયોગ કરવા લાગી છે. તેની કાર્યવાહીમાં સ્તન વૃઘ્ધી-ઉપાડ – ઘટાડો કે ચહેરા કે ગાય પાસેની વધારાની ચામડી, ગળુ, કપાળ વિગેરેની પણ પ્લાસ્ટિક કે કોસ્મેટીક સર્જરી આજકાલ થઇ રહી છે.

આજે સગાઇ લગ્ન જેવા પ્રસંગે કોમ્મેટીક ટ્રીટમેન્ટ ખુબ જ કરાવાય છે. જો કે આ સર્જરી ટ્રીટમેન્ટના ફાયદા સામે ગેરફાયદાઓ પણ છે. આ સર્જરી બાદ સોજા કે દુખાવાની ફરીયાદો જોવા મળે છે. રકતને નુકશાન સાથે બ્લડ પ્રેસરની પણ સમસ્યા રહે છે. ઘણાને સર્જરી બાદ ચેપનું પ્રમાણ લાગવાની શકયતાઓ રહેલી છે. ચેતાતંત્રને નુકશાન સાથે સ્તનની સર્જરી કરાવનાર સ્ત્રી તેની સંવેદન શીલતામાં પરિવર્તન મહસુસ કરે છે. કોસ્મેટીક શસ્ત્રક્રિયા બાદ બાહય દેખાવમાં સ્થાયી અને નાટકિય ફેરફારો જોવા મળતા હોય છે.

આજે મોબાઇલમાં ઘણી ફોટો એપ્લીકેશન દ્વારા આપણે આપણાં ચહેરાને વધુ રૂપકડા બનાવીને પ્રોફાઇલ પીકચરમાં મુકતા હોય છે. આજકાલ લોકો પોતાના લુક વિશે, ચહેરા વિશે, હેર વિશે ઘણા ચિંતીત હોવાથી પણ પ્લાસ્ટિક કે કોસ્મેટીક સર્જરી કરાવે છે. સેલ્ફી, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપયોગ વધવાથી પણ આ સર્જરીની બોલબાલા છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ચહેરા ઉપર કરચલીઓ જોવા મળતા ચહેરાને સુંદર અને આકર્ષક રહે તે માટે આ સર્જરીની ઉચચ માંગ વિશ્ર્વભરમાં જોવા મળે છે. આમાં વપરાતા સાધનો પ્રક્રિયા સલામત અને વિશ્ર્વસનીય હોય છે. ડોકટરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણોની માંગ જાળવણી વધતા તે બાબતના ઉપકરણો અને ઉત્પાદન નો ઝડપી વિકાસ થયો છે.

10 વર્ષ પહેલા લેસર ટ્રીટમેન્ટસ અસ્તિત્વમાં ન હતી. ત્યારે બઝારમાં એકાદ- બે જ વસ્તુ કે વિકલ્પો હતા. આજે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. જેને ફુડ એન્ડ ડ્રગ વિભાગે મંજુરી પણ આપી છે. ટુંકમાં આવી સર્જરી તેના નિષ્ણાંતો પાસે કરાવવી હિતાવહ છે. પ્લાસ્ટિક કે કોસ્મેટીક સર્જનો આ પ્રકારની સર્જરી ચોકસાઇ પૂર્વક કરી શકે છે. કયા હેતુ માટે તમે આ સર્જરી કરાવો છો તે સૌથી અગત્યની બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.