Abtak Media Google News

ભજન મંડળી, ખલાશી,  ટ્રક ચાલક,  અખાડા, મસ્જિદના મૌલવી અને ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી

શાંતિપૂર્ણ  વાતાવરણમાં તહેવાર ઉજવાય તે માટે  સીએનએલ ડિવિઝન હેઠળના વિસ્તારમાં એ.સી.પી. અજયસિંંહ જાડેજાના માર્ગદર્શન ફુટ પેટ્રોલીંગ અને સઘન ચેકીંગ

અષાઢી બીજે પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રામા  કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ અનિચ્છની બનાવ ન બને તે માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના રૂટ પર આવતી તમામ પોલીસ મથકો ના સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં સી અને એલ ડિવિઝન હેઠળના પોલીસ મથકો  દ્વારા ભજન મંડળી, ખલાસી ,ટ્રક ચાલક અને અખાડા તેમજ  મસ્જિદના મોલવી અને ટ્રસ્ટીઓ સાથે મીટીંગ યોજી શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

શહેરના    નાગોરીવાડ સ્વામીનારાયણ મંદિર હોલ ખાતે  શાહપુર, કારંજ, માધુપુરા પો.સ્ટે.ના રથયાત્રામા જોડાનાર ભજન મંડળી, ખલાસી, ટ્રક સંચાલકોની મીટીંગનુ અયોજન કરવામા આવેલું હતું. મીટીંગમા મદદનીશ પોલીસ કમિશનર  એ. પી.જાડેજા,  પો.ઇન્સ. પી.સી.દેસાઇ , સેક્ધડ પો.ઇન્સ.  પી.વી.વાઘેલા, કારંજ પો.સ્ટે. સિનિયર પો.ઇન્સ.  પી.ટી.ચૌધરી , માધુપુરા પો.સ્ટે. પો.ઇન્સ.  આઇ.એન.ઘાસુરા , પો.સ.ઇ.  એમ.આઇ.પરમાર , પોલીસ સ્ટાફ અને   ભજન મંડળી, ખલાસી, ટ્રક સંચાલકોના સભ્યો મળી આશરે 75 જેટલા સભ્યો હાજર રહેલા  હતા .જે મીટીંગમા આગામી રથયાત્રાનો તહેવાર કોમી એખલાસ ભર્યા વાતાવરણમા શાંતિપુર્વક યોજાય અને  સોશીયલ મીડીયામાં ખોટી અફવાઓ ન ફેલાય તેમજ જરૂરી સમજ આપવામાં આવી હતી.

નાગોરીવાડ સ્વામીનારાયણ મંદિર હોલ ખાતે  શાહપુર, માધુપુરા પો.સ્ટે.ના  અખાડાના માણસોની મીટીંગનુ આયોજન કરવામા આવેલું હતું. જેમાં  રથયાત્રામા જોડાનાર અખાડાના માણસો મળી આશરે 65 જેટલા સભ્યો હાજર રહેલા  જે મીટીંગમા આગામી રથયાત્રાનો તહેવાર કોમી એખલાસ ભર્યા વાતવરણમાં શાંતિ પુર્વક યોજાય અને  કંઇ શંકાસ્પદ પ્રવૃતિઓ જણાઇ આવે તો જાણ કરવા સમજ કરી અખાડાના સંચાલકો તથા ટીમના માણસોને દુધ, કેળા તથા પ્રોટીન પાઉડર આપી પ્રોત્સાહિત કરી અભિવાદન કરવામા આવેલું હતું.

રંગીલા ચોકી ખાતે  મસ્જીદના મૌલવી/ટ્રસ્ટીઓની મીટીંગનુ આયોજન કરવામા આવેલું હતું.  મૌલવી/ટ્રસ્ટીઓ મળી 28 સભ્યો હાજર જે મીટીંગમાં આગામી રથયાત્રાનો તહેવાર કોમી એખલાસ ભર્યા વાતવરણમાં શાંતિ પુર્વક યોજાય  કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અંગે સમજ કરવામા આવી.

શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા રથયાત્રાના રૂટ ઉપર  ફુટ પેટ્રોલીંગ કરવામા આવેલ જેમા મદદનીશ પોલીસ કમિશનર સી તથા એલ ડીવીઝન  , શાહપુર, રીવરફ્રન્ટ ઇસ્ટ, સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરઓ તથા પો.સ.ઇ. ઓ અને  જછઙ ના અધિકારી/કર્મચારી તથા પોલીસ સ્ટાફના માણસો હાજર રહેલ અને રથયાત્રાનો તહેવાર કોમી એખલાસ ભર્યા વાતવરણમાં શાંતિ પુર્વક યોજય તે સારૂ ફુટ પેટ્રોલીંગ ફરી રોડ પરની અડચણો દુર કરી પોઇન્ટો ચેક કરવામા આવેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.