Abtak Media Google News

સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે તા.૧૧/૩/૨૦૧૯ને સોમવારે બદરીવૃક્ષ (વિશ્વની પ્રથમ નિષ્કંટક બોરડી) મહોત્સવ ૧૮૯મો બોરડીની છત્રછાયામાં તથા તપોમૂર્તિ પૂજય વંદનિય સદગુરુ હરિચરણદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને તથા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટના વિદ્વાન અને યુવાન મહંત સ્વામી રાધારમણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે. ૮ થી ૯ કલાક સુધી બદરી વૃક્ષની નિષ્કંટક બોરડીની મહાપૂજા, પ્રદક્ષિણા, આરતી અને અન્નકૂટ પૂજય મહંત સ્વામી શાસ્ત્રી, રાધારમણદાસજીના હસ્તે થશે. આ ધાર્મિક પ્રસંગે વિવેકસાગરદાસજી સ્વામી, કોઠારી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, મુનિવત્સલ સ્વામી, ભકતવત્સલ સ્વામી, આત્મજીવન સ્વામી, જે.પી.સ્વામી, વાસુદેવપ્રસાદ સ્વામી, દર્શનપ્રીય સ્વામી, કિર્તનભગત તથા નયનભગત આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. રાત્રિના ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી રાજકોટનું ખ્યાતનામ, ધાર્મિક દેવ ઉત્સવ મંડળના કર્તવ્યનિષ્ઠ પ્રમુખ જીતુભાઈ રાધનપુરાના, નેતૃત્વ નીચે કિર્તન ભક્તિની તથા બોરડીના કિર્તનની રમઝટ બોલાવશે. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને હિંડોળામાં જુલાવવામાં આવશે તેમજ બોરડીને રોશનીનો શણગાર કરવામાં આવશે. આ પ્રસંગે મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી નિષ્કંટક બોરડીનો ધાર્મિક ઈતિહાસ રજૂ કરી સંતો તથા હરિભક્તોના હેત અને હૈયા જીતી લેશે. રામનવમીના પવિત્ર દિવસે છપ્પન ભોગનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ધાર્મિક સમારંભમાં પધારવા મહંત સ્વામી રાધારમણદાસજીએ દર્શનાર્થે પધારવા અનુરોધ કર્યો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.