Abtak Media Google News

મુળ જોડીયાના અને લગ્ન બાદ સુરત સ્થાયી થયેલા સ્વાતીબેન સૌંદર્યની ૧૭ જેટલી સ્પર્ધામાં બન્યા છે વિજેતા

મુળ જોડિયાના અને લગ્ન બાદ સુરત સ્થાયી થયેલા સ્વાતીબેન સૌંદર્યની અનેક સ્પર્ધામાં વિજેતા બન્યા છે. તેમનું ગઇકાલે ભવ્ય સન્માન કરાયુ હતુ.

જોડિયાના એક બ્રાહ્મણ પરિવાર એક શિક્ષક દંપતીની કૂખે જન્મેલા સ્વાતિબેનનું બાળપણ યુવાવસ્થા જોડીયામાં પસાર થયેલ છે. ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ જોડીયા સ્થિત પરિવારના અશોકભાઈ નવનીતરાય જાની સાથે જોડીયામાં પુ. મોરારીબાપુના સાનિધ્યમાં યોજાયેલ. લગ્ન બાદ જોડીયા છોડી સુરત સ્થાપી થઈ સસુર પક્ષની સહમતિથી આગળ અભ્યાસ કરી અને એમણે અને એમબીએ જેવી ઉચ્ચ ડીગ્રીઓ પ્રાપ્ત કરી હતી.

પોતાના બંને બાળકોના ઉછેર તેમજ કુટુંબીક જવાબદારી નિભાવવા તેઓ તેમની રુચિ રમતોમાં ભાગ લઇ ખંત આગળ વધતા તેઓ દ્વારા વિવિધ સૌંદર્ય સ્પર્ધામાં મહિલા વિભાગમાં ભાગ લઇ કુલ ૧૭ જેટલી સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની ગેલેક્સી ક્વિન સ્પર્ધામાં વિજેતા બનીને તેઓ ટૂંક સમયમાં બેંગકોક ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

7537D2F3 7

પરિણીત મહિલાઓ માટે તેમજ મહિલા સશક્તિકરણનું તેઓ એક જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે તેઓ ગઇકાલે શાળા ખાતે પધારેલ હોય તેથી તેમનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી જેવી રાજગોર, મામલતદાર સરપદડીયા, હુન્નર શાળા ટ્રસ્ટી અશોક ભાઈ વર્મા, તાલુકા વિકાસ અધિકારી  એમ.જી ચૌહાણ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે જે નંદાસણ, તાલુકા પંચાયતના  પ્રમુખ અને ઉપ.પ્રમુખ અન્ય સ્ટાફ વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સ્વાતિબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા પણ સરસ મજાના ડાન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.