“ટબુડી” હંટરે વનડેમાં સેન્ચુરી મારી ઇતિહાસ સર્જી દીધો !!!

પોતાના 16માં જન્મદિવસે સદી ફટકારી મીથાલી રાજનો રેકોર્ડ તોડ્યો 

આયર્લેન્ડ ટીમની યુવા ક્રિકેટર એમી હંટરે સોમવારના રોજ ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી યુવા ક્રિકેટર નો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે 121 રનની વિસ્ફોટક ઇનિંગ રમી ભારતની મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો હતો. મીતાલીએ પણ 16 વર્ષની ઉંમરે સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વે સામે રમાયેલી  સિરીઝમાં એમીની સદીથી આયરલેન્ડે ઝિમ્બાબ્વે ને 3-1 થી માત આપી છે.

હન્ટર તેની કારકિર્દીની ચોથી વન-ડેમાં અનેક બાઉન્ડ્રી ફટકારી ૧૨૭ રનનું યોગદાન આપી ઝિમ્બાબ્વેને 85 રનથી માત આપી હતી. મિતાલી રાજ હાલ ૩૮ વર્ષની ઉંમરે વન-ડે અને ટેસ્ટ મેચ ભારત તરફથી રમી રહી છે.

ઝિમ્બાબ્વે સામે મેચ પૂર્ણ થયા બાદ હંટરે જણાવ્યું હતું કે જ્યારે તેને પોતાની અડધી સદી પૂર્ણ કરી ત્યારે તેને કોઈ ખ્યાલ ન હતો કે તે સદી ફટકારશે માત્ર એટલો જ વિચારી રાખ્યું હતો કે તે વધુ ને વધુ પીચ ઉપર સમય વિતાવે. પરિણામે તેને પોતાની વન-ડેની પ્રથમ સદી ફટકારી વધુમાં તેને જણાવતા કહ્યું હતું કે જ્યારે તે સદી એ પહોંચી  ત્યારે તેને ખ્યાલ ન  હતો કે શું કરવું જોઈએ હેલ્મેટ ઉતારવું જોઈએ કે કેમ? હન્ટરે 15 વર્ષની ઉંમરે સ્કોટલેન્ડ સામે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. બીજી તરફ હન્ટર આયર્લેન્ડ તેમની ચોથી મહિલા છે કે જેને વન-ડેમાં સદી ફટકારી હોય અને વર્ષ 2000 બાદ આયર્લેન્ડની કોઈ મહિલાએ સદી ફટકારી તો તેમાં સર્વ પ્રથમ હન્ટર નું નામ આવે છે.