Abtak Media Google News

તસ્કરોએ બંદૂકની અણીએ ટ્રેડર પાસે ડિજિટલ કરન્સી ટ્રાન્સફર કરાવી લીધી

ડિજીટલ કરન્સીની લૂંટ અત્યાર સુધી અશકય મનાતી હતી પરંતુ લંડનમાં તસ્કરોએ ડિજીટલ કરન્સીની પણ સશસ્ત્ર લૂંટ કરી પોલીસને મુંઝવણમાં મુકી દીધી છે. બ્રિટીશ વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડરને ત્યાં શસ્ત્રો લઈને લૂંટા‚ઓ ત્રાટકયા હતા અને બંદૂકની અણીએ બીટકોઈન ટ્રાન્સફર કરવા ટ્રેડરને મજબૂર કર્યો હતો. અત્યાર સુધી આ પ્રકારનો ગુનો પ્રથમ વખત નોંધાયો છે.સાઉથ ઈંગ્લેન્ડના માઉલ્ડ ફોર્ડ ગામડામાં રહેતા વેપારી સાથે આ ઘટના બની છે. પોલીસ આ મુદ્દે સઘન તપાસ કરી રહી છે. બંદૂકની અણીએ લૂંટનો કિસ્સો બનતા તપાસનો ધમધમાટ શ‚ થયો છે. જે સંસ્થામાં લૂંટ થઈ તે સંસ્થામાં વર્ચ્યુઅલ કરન્સીનો પોર્ટફોલીયો તૈયાર કરવામાં આવતો હતો. કંપનીની રચના ૨૦૧૭માં થઈ હતી. સંસ્થા ખૂબજ લોકપ્રિય હોવાના કારણે તસ્કરોના નજરે ચડી ગઈ હોવાનું પોલીસને માલુમ થયું છે. અલબત હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

Advertisement

બીટકોઈનની રચના કોમ્પ્યુટર કોડના માધ્યમથી થાય છે. બીટકોઈનનું ટ્રાન્સફર કયાં અને કયારે થયું તે જાણી શકાતુ નથી. ભૌતીક કરન્સીની જેમ તેને ભેગી રાખવી પડતી નથી. પરિણામે બંદુકની અણીએ થયેલું ટ્રાન્જેકશન કયાં અને કોને મળ્યું તે જાણવા મળશે નહીં. પોલીસ તપાસ મુશ્કેલ બની જશે.અત્યાર સુધી વર્ચ્યુઅલ કરન્સી સાચવવી વધુ સેફ માનવામાં આવતી હતી. વર્ચ્યુઅલ કરન્સીની લૂંટ ખૂબજ મુશ્કેલ હતી પરંતુ ટ્રેડીંગ સંસ્થામાં ત્રાટકીને તસ્કરોએ બંદુકની અણીએ બીટકોઈના ટ્રાન્સફર કરાવી લેતા હવે તમામ સંસ્થાઓ સચેત બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.