પહેલી વાર ડાયરી લખવાની શરૂઆત કરોછો??જાણો ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Write diary | abtakmedia
Write diary | abtakmedia

ઘણા લોકો ઇચ્છતા હોય છે કે તેઓ ડાયરી લખવાની શરૂઆત કરે, પરંતુ તેઓ લખી નથી શકતા, કારણકે શું લખવું એ તેમને સૂઝતું નથી. પહેલી વાર ડાયરી લખવાની શરૂઆત કરનારા લોકોએ શું ધ્યાનમાં રાખવું એ જાણીએ.

જે લાગણી ઉદ્ભવતી હોય અથવા આખા દિવસ દરમ્યાન કોઈ મહત્વનો બનાવ બન્યો હોય એનાથી લખવાની શરૂઆત કરો.

ડાયરી લખવા માટે બને ત્યાં સુધી રાતનો સમય પસંદ કરો. બધાં કામ પતાવીને સૂતાં પહેલાં ડાયરી લખો. આમ કરવાથી રાત્રે ઊંઘ પણ સારી આવશે.

લાગણીને શબ્દમાં ઢાળીને પાના પર ઉતારવાની આદત ધીમે-ધીમે વિકસશે. મનમાં નહીં વ્યક્ત કરેલી લાગણીઓને વ્યક્ત થતાં ક્યારેક સમય લાગે છે. એ સમય તમારે આપવો પડશે.

ડાયરીમાં ભાષાની ભૂલો પર ધ્યાન ન આપો.

ડાયરી કોઈ વાંચી જશે તો કેવું વિચારશે એવું માનીને ન લખો, નહીંતર તમે તમારી સાથે પ્રામાણિક નહીં રહી શકો.