Abtak Media Google News

મોટાભાગના લોકો જાણતા નથી કે ડોક્યૂમેન્ટ્સ ખોવાઇ જાય તો તેને ફરી કઇ રીતે બનાવી શકાય છે. આ દરેક જરૂરી કાગળોને ફરી બનાવડાવવા છે તો તેની પ્રક્રિયા સરળ છે. અમે જણાવી રહ્યા છીએકયા ડોક્યૂમેન્ટ્સની મદદ લઇને ફરી આ કાગળો બનાવડાવી શકો છો.

Advertisement

જ્યારે તમારી પાસબુક ખોવાઇ જ્યા ત્યારે તરત જ બેંકને જાણ કરો. ત્યારબાદ ડુપ્લીકેટ પાસબુક માટે રીકવેસ્ટ કરો. જો તમે સરકારી બેંકમાં એપ્લાય કરી રહ્યા છો તો બેંક તમારી પાસે FIRની કોપી માંગી શકે છે. ત્યારબાદ તમને ડુપ્લીકેટ પાસબુક આપવામાં આવે છે.

ઇન્શ્યોરન્સ પોલિસીના ડુપ્લીકેટ ડોક્યૂમેન્ટ્સને માટે સંબંધિત કંપનીમાં અરજી કરવાની રહે છે. ડુપ્લીકેટ ડોક્યૂમેન્ટ્સ ઇશ્યૂ કરતાં પહેલાં તમારી પાસે તમારી કેટલીક જાણકારી માંગે છે. આવેદન ભરતી સમયે તમારે તમારો પોલિસી નંબર, પોલિસી જાહેર કરવાની તારીખ, સ્થાન વગેરે જાણકારી પણ આપવાની રહે છે. ત્યારબાદ વીમાં કંપની આ ડોક્યૂમેન્ટ્સના આધારે ડુપ્લીકેટ પેપર બનાવી આપે છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)ના પેપર્સ ખોવાઇ જાય તો સૌ પહેલાં પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરાવો. સાથે કોઇ હિન્દી કે અંગ્રેજી પેપરમાં NSC પેપર્સ ખોવાઇ જવાની જાહેરાત આપો. ત્યારબાદ ગેરેંટરને લાવો જે તમને જાણતા હોય. આ પ્રક્રિયા બાદ તમને NSCના ડુપ્લીકેટ પેપર્સ મળી જશે.

તમારા જરૂરી દસ્તાવેજને સુરક્ષિત રાખવા માટે તમે તેને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં રાખી શકો છો. મોટાભાગની સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ રોકાણના દસ્તાવેજને આ ફોર્મેટમાં રાખવાની સુવિધા આપે છે. આમ કરવાથી એડ્રેસ બદલવું, બેંક અકાઉન્ટ બદલવું કે નોમિનીનું નામ બદલવું જેવા કામ તમે ઓનલાઇન જ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.