Abtak Media Google News

18 દિવસ સુધી પરિવારે અને પોલીસે શોધખોળ બાદ અપહરણનો ગુનો નોંધાયોે

રાજકોટમાં સિવિલ હોસ્પિટલ નજીક આવેલા સખી વન સ્ટોપ સેન્ટરમાંથી 18 દિવસ પહેલા એક તરુણી ત્યાંની વંડી ઠેકીને ભાગી ગઈ હતી જે મામલે પોલીસે અને તરૂણીના પરિવારે તેની શોધખોળ કરી હતી પરંતુ અંતે તે ન મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ કાલાવડ રોડ પર રહેતા રેખાબેન રમેશભાઇ વાગડિયા નામની પરિણીતાએ પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, તેમની 16 વર્ષની પુત્રી સ્વચ્છંદી સ્વભાવની અને ઘરમાં કોઇનું માનતી ન હોય પરિવારજનો કંટાળી ગયા હતા. પરિવારજનોએ તેને સુધારવા માટેના અનેક પ્રયાસો કરવા છતાં પુત્રીમાં કોઇ ફેરફાર થયો ન હતો. 2 જેથી પુત્રીને સુધારવા માટે મહિલા રી પોલીસ મથક લઇ ગયા હતા. મહિલા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તરુણીના સ્વભાવનો પરિચય મેળવી લીધા બાદ કાઉન્સેલિંગ કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.

જે અંગેની પોલીસને મંજૂરી આપતા મહિલા પોલીસે તરુણીનું કાઉન્સેલિંગ કરવા માટે એક દિવસ માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ગત તા.14ના રોજ મોકલાઇ હતી.દરમિયાન સ્વચ્છંદી સ્વભાવની તરુણીને રાત્રીના સાડા અગિયાર વાગ્યે તક મળતાની સાથે જ સેન્ટરમાંથી બહાર નીકળી દીવાલ કૂદી નાસી ગઇ હતી. આ સમયે સેન્ટરમાં રહેલા કર્મચારીને તરુણી જોવા નહિ મળતા શોધખોળ કરી હતી. બાદમાં સેન્ટરના કર્મચારી અને પરિવારજનોએ 18 દિવસ સુધી તરુણીની શોધખોળ કરી હતી પરંતુ તરુણીની ભાળ નહિ મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.