Abtak Media Google News

 ઇતિહાસમાં પ્રથમ વખત આખી લીઝને જ સીલ કરાઈ

સરોડી ગામે ચાલતી ગેરરીતિ ઉપર મામલતદાર આર.એસ. લાવડીયાની કડક કાર્યવાહી : ખનિજચોરોમાં ફફડાટ

થાનના સરોડી ગામે ખનિજચોરો સામે મામલતદાર આર.એસ.લાવડીયાએ તવાઈ ઉતારી છે. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત લીઝ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્રણ લીઝને સીલ કર્યા બાદ હવે કરોડોનો દંડ ફટકારવાની તૈયારી પણ ચાલી રહી છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ના સિરોળી ગામે ઈતિહાસની પ્રથમ ઘટના બની છે કારણકે સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકના સીરોડી ગામે લિઝ સીલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં બેફામ રીતે ખનીજચોરી ના ફરિયાદ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના થાન  મામલતદાર સહિતની ટીમ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેવા સંજોગોમાં સિરોળી ગામ નજીક આવેલા તળાવમાં બેફામ રીતે ખનીજચોરી કાયદેસરની લિઝ માં થતી હોવાની ફરિયાદ બાદ મામલતદાર સહિતની ટીમ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરી અને જે આ લીઝ ચાલી રહી હતી તેના પુરાવાઓ માંગવામાં આવ્યા હતા અને તેના હિસાબ પણ માંગવામાં આવ્યા હતા.

Capture 38

આ પૈકીની ત્રણ લીજો રેવન્યુ વિભાગ ના નિયમ વિરુદ્ધ માં ચાલતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે આ મામલે ઇતિહાસમાં પ્રથમ વખત મામલતદાર સહિતની ટીમો દ્વારા આ લિજો સીલ કરવામાં આવી છે અને રૂપિયા 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરી અને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લામાં ખનીજ ચોરી અટકે તેવા પ્રયાસો થાન મામલતદાર સહિતની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આ મામલે ખાન મામલતદાર અને ટીમો દ્વારા દરોડા પાડી અને લીઝ સીલ કરવામાં આવતા લીઝ ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે કારણ કે રેવન્યુ વિભાગની જે અધિનિયમ છે તેના વિરોધમાં અનેક જિલ્લામાં આવી અનેક લિજો ધમધમી રહી છે અત્યારે હાલ માં અન્ય જે લીજો આવેલી છે તેના ઉપર પણ તપાસ કામગીરી મામલતદાર સહિતની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે લીઝ ધારકો માં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ત્રણ લીઝ ધારકો સામે પોલીસ ફરિયાદ દાખલ: 15 કરોડથી વધુનો દંડ ફટકારવાની આશંકા

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે તેવા સંજોગોમાં થાન મામલતદાર લાવડીયા સહિતના અધિકારીઓ દ્વારા સરોડી ગામે ચાલતી લીજો ઉપર ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ લીજો મા ગેર પ્રવૃત્તિ અને રેવન્યુ વિભાગના નિયમોનું પાલન કર્યા વિના બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ બાદ ત્રણ લીજ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રેવન્યુ વિભાગના આ નિયમના પાલન વગર આ લીજો ધમધમતી હતી ત્યારે હવે આ મામલે આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે અને 15 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.