Abtak Media Google News

ટેકનોલોજીના જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે.ઘણી વખત માણસ ભૂલી જાય છે કે ટેકનોલોજી પણ માણસે જ બનાવી છે એટલે માણસનું સ્થાન ક્યારેય ટેકનોલોજી ન જ લઇ શકે. આ વાસ્તવિકતાનો સ્વીકાર ઘણી વખત મોંઘો પડી શકે છે. આવો જ એક બનાવ ફ્લોરિડોમાં જોવા મળ્યો છે જેણે લોકોને વિચાર કરવા પર મજબૂર કરી દીધા છે.

આજે ટેક્નોલોજી વિના આપણે દુનિયાની કલ્પના જ નથી કરી શકતા. તેના વિના તો લોકોનું કામ જ નથી ચાલી રહ્યું. આજે લગભગ દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળી રહ્યો છે. દરેક ઘરમાં ટીવી, ફ્રીજ અને એસી-કૂલર છે, જેના વિના માણસ રહી નથી શકતો. આ ટેક્નોલોજીએ અનેક લોકોને અમીર પણ બનાવ્યા છે અને હવે આ ટેક્નોલોજી એક દુનિયાનું નિર્માણ કરવા જઈ રહી છે જેમાં માણસોને વધુ કામ ન કરવું પડે અને દરેક કામ મશીન જ કરશે. પરંતુ આ ટેક્નોલોજી માણસ પર ભારી પડી શકે છે.

ફ્લોરિડામાં એક વ્યક્તિએ એક મેડિકલ મેન્યુફેક્ચરર કેસ કર્યો છે દાવો કર્યો છે કે તેના ડિવાઈસે કોલોન કેન્સરના ઈલાજની પ્રક્રિયા દરમિયાન તેની પત્નીના અંગો પર છેદ કરી દીધા હતા જેના પરિણામે તેનું મૃત્યુ થઈ ગયુ હતું. એક અહેવાલ પ્રમાણે હાર્વે સુલ્ટઝર નામના આ વ્યક્તિએ 6 ફેબ્રુઆરીના રોજ ઈન્ટ્યુટિવ સર્જિકલ  વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે કંપનીના સર્જિકલ રોબોટ દ્વારા કરવામાં આવેલી સર્જરી બાદ તેની પત્નીને સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓનો સામનો કરવો પડ્યો હતો.

કેસ પ્રમાણે હાર્વેની પત્ની સેંડ્રાએ ડા વિંચી રોબોટ જે એક રિમોટ-નિયંત્રિત ડિવાઈસ છે તેનો ઉપયોગ કરી પોતાના કોલોન કેન્સરના ઈલાજ માટે સપ્ટેમ્બર 2021માં બેપટિસ્ટ હેલ્થ રેટન ક્ષેત્રીય હોસ્પિટલમાં એક ઓપરેશન કરાવ્યુ હતું. આ રોબોટ અંગે કંપની દ્વારા એક એડવર્ટાઈઝ આપવામાં આવી હતી જેમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે, જે કામ ડોક્ટર ન કરી શકે તે કામ આ રોબોટ સરળતાથી કરી શકે છે. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોબોટે મહિલાના નાના આતંરડામાં એક છેદ કરી નાખ્યો હતો જેના કારણે કેટલીક વધારાની સર્જરી પણ કરાવવી પડી હતી.

જોકે, આ તમામ પ્રક્રિયાઓ બાદ મહિલાના પેટમાં સતત દુ:ખાવો રહેતો હતો અને તેને તાવ પણ રહેતો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી 2022માં તેમનું મોત થઈ ગયું હતું. કેસમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, રોબોટમાં ઈન્સુલેશન સબંધી સમસ્યાઓ હતી જેના કારણે તે શરીરના આતંરિક અંગોને બાળી શકતો હતો પરંતુ કંપનીએ આ જોખમનો ખુલાસો નહોતો કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે, મહિલાનું મોત થઈ ગયું.

મહિલાના પતિએ કંપની સામે બેદરકારી, પ્રોડક્ટ લાએબિલિટી, ડિઝાઈનની ડિફેક્ટ, જોખમનો ખુલાસો ન કરવો, કોન્સોર્ટિયમની હાનિ અને દંડાત્મક નુકસાન માટે કંપની વિરુદ્ધ કેસ કર્યો છે અને 75,000 ડોલરના વળતરની માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.