Abtak Media Google News
  • પાલતું પ્રાણીઓ આપણા જીવનમાં પ્રેમ અને આનંદ લાવે : આજે પ્રાણીને પ્રેમ કરવાનો દિવસ ,જે પ્રાણીઓ પાસે ઘર નથી તેને દત્તક લઈને સહાયભૂત થવું: તેને માટે આશ્રય સ્થાનો અને આહારની પણ વ્યવસ્થા કરવી જરૂરી

પ્રાચિન કાળથી માનવજાતી પશુ-પક્ષીઓ વચ્ચે જીવતો આવ્યો છે,  ત્યારે બદલાતા યુગો સાથે માનવીએ જ પર્યાવરણ નષ્ટ કરતાં આ પ્રાણીઓનાં આવાસ છીનવાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દુનિયામાં સૌથી વધુ  આપણા પાલતું  પ્રાણીઓ જ આપણા જીવનમાં  પ્રેમ અને આનંદ લાવે છે. આજે લવ યોર પેટ ડે ,પાલતું પ્રાણી દિવસ સમગ્ર વિશ્વમાં  ઉજવાય રહ્યો છે, ત્યારે પૃથ્વીવાસીઓએ આપણી ઈકો  સિસ્ટમ સાથે જોડાયેલા પશુ-પક્ષી અને પ્રાણીઓની જાળવણી કરવી જરૂરી છે. આપણે જ  વિકાસની હરણફાળમાં તેના આવસો અને ખોરાક છીનવતા ઘણા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે.

Toddler Header

આજના યુગમાં ઘર આસપાસ કે  ફલેટ પાસે   કુતરા-બિલાડી-કબૂતર જેવા ઘણા પશુ પક્ષીઓ આવે છે, તેને ખોરાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા  કરવી જરૂરી છે. મોટાભાગના  પ્રાણીઓ માટે લવ યોર પેટ દિવસ ઉજવાય રહ્યો છે, ત્યારે છેલ્લા દશકામાં આપણા સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ  પ્રાણીઓ  પાળવાનો ક્રેઝ વધ્યો છે.  આજે તો યુવા વર્ગ પણ પોપટ કબુતર, ડોગ કેટ અને માછલી જેવા પેટને પાળી રહ્યા છે.  ડોગ લવર તો તેના સંતાનો કરતાં પણ તેને વધુ પ્રેમ  કરતા જોવા મળે છે. આપણે પાલતુ પ્રાણીને સાચો મિત્ર ગણીએ શકીએ.Are You Ready To Own A Dog 429X238 1

પાલતુ પ્રાણી  તમારી સાથે રહેવા શકય તેટલા પ્રયાસો કરે છે. વૈજ્ઞાનિક  તારણો મુજબ  પ્રાણીઓ રાખવાથી  મનને શાંતી મળે છે.  આજે મોટાભાગના  લોકોને પ્રાણીઓનો ઉછેર  કરવો ગમે છે.2000 થી આ  નેશનલ લવ યોર પેટ ડે ઉજવાય છે.મુખ્યત્વે અમેરિકામાં ઉજવાતા આ દિવસ હવે  ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉજવાય છે. નિષ્ણાંતો માને છે કે ઘરમાં પ્રાણી રાખવાથી તમારી માનસિક  સ્વાસ્થ્યમાં સુધારો  જોવા મળે છે.  પ્રાણીઓ તમારી એકલતા અને તણાવને દૂર કરે છે. આજના દિવસે તમારા પાલતુ પ્રાણીને  લઈને બહાર ફરવા જાવ ને સરસ સેલ્ફી લો અને તેના માટે વિવિધ વસ્તુઓ લઈને  તેને શણગારીને વિવિધ રમકડાંથી રમાડીને ખૂબજ પ્રેમ કરો.0 First Meeting 1

આજે પાલતું પ્રાણી પ્રત્યે પ્રેમ-હૂંફ-કરૂણા દર્શાવવાનો દિવસ છે. માનવજીવન સાથે પશુ પંખીઓ આદી કાળથી જોડાયેલ છે. તેના વગર માનવ જીવન શકય નથી. પર્યાવરણની સુરક્ષા માટે પણ પાલતું પ્રાણી હોવા જરૂરી છે. આજે તો પ્રાણીઓઉપર થતી હિંસાઓ સામે કાયદાકીય જોગવાઈ છે. પણ વર્ષો અગાઉ આવું નહતુ માણસો પ્રાણીઓનાં શિકાર કરતા હતા.Sharing And Playing

આજે પેટ લવર કલબ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે. જેમાં પોતાના પાળેલા ડોગ, કેટ, ઘોડો ,ગાય , ભેંસ, પોપટ, વિગેરે પશુ પંખીઓને પોતાનં સંતાનો કરતાં પણ વધુ વહાલ કરી ને તેનોઉછેર કરી રહ્યા છે. ઘર આંગણાનાં પશુ પક્ષી, પ્રાણી સાથે કુદરતી ખોળે જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓ વિગેરેની રક્ષણ જતનની જવાબદારી આપણી છે તે આજનો દિવસ સૌને યાદ કરાવે છે. આજે સમગ્ર દેશમાં પાળેલા જાનવરો પ્રત્યે આપણે રાષ્ટ્રીય પ્રેમ દિવસ ઉજવીએ છીએ.

માનવજાતીએ સભ્યતાનું પગલુ માંડયું ત્યારથી જાનવરો આપણી સાથે વર્ષો પહેલા આદીકાળમાં ભેડીયા સદીઓથી માનવજાતી સાથે રહેતા હતા બાર હજાર વર્ષ પહેલા કૂતરા બિલાડીને પણ કબ્રમાં દફનાવતાની નોંધ પૂરાણ ગ્રંથોમાં છે. આ બધા ઉપરથી નકકી થાય કે માનવજાતને પ્રાણીઓ સાથે બહુ જૂનો નાતો છે. વિશ્ર્વમાં પહેલીવાર 1600ના દશકામાં રમકડાનાં(ટોય બ્રીડ) ડોગની પ્રજાતિ રાખવાની શરૂઆત થઈ. સ્પેનમાં 1960માં પક્ષી બજાર શરૂ થઈ હતી, પછી તો અમેરિકન કેનલ કલબ દ્વારા ડોગ શો શરૂ થયા જે આગળ જતા આ પ્રાણી પ્રેમ દિવસ તરીકે ઉજવણી થાય છે.Post Kidspets

ટાઈમ લાઈન મુજબ 1226 માં જાનવરો અને પર્યાવરણ સંરક્ષક સંત ફ્રાંસીસની યાદમાં 4 ઓકટોબરે તથા 1925 માં જર્મનીમાં વિશ્ર્વ પશુ દિવસ સાથે 2004માં અમેરિકામાં રાષ્ટ્રીય ડોગ ડે ઉજવાયો હતો. આજે 21મી સદીમાં પાલતુ પશુ પક્ષી રાખવાનો ક્રેઝ વધ્યો છે. આજે તો નાના બાળકોથી મોટેરા તમામને પોતે પાળેલ ન હોય છતાં તે પ્રાણી પ્રત્યે પ્રેમ હુંફ લાગણી પ્રગટ કરે છે, અને તેને ભોજન પણ આપે છે. સ્ટ્રીટ ડોગ પ્રત્યે તથા તેની મુશ્કેલીમાં મદદ કરવાની યુવા વર્ગમાં સારી જાગૃતિ આવી છે.Kids And Pets Playing

આજે તમારા પાલતુ જાનવર ને કંઈક નવીન બનાવો, ફરવા લઈ જાવ, હગ કરો સાથે પ્રેમ-હુંફ અને લાગણી સાથે શ્રેષ્ઠ લાલન પાલન કરો. આજના દિવસે કોઈ પાલતુ જાનવરને દત્તક પણ લઈ શકો છો. આજે કોઈ પણ જાતની શર્ત વગર તમારા પાળેલા ડોગ , કેટ, પોપટ વિગેરેને પ્રેમ કરો. કોઈપણ પાલતુ જાનવર આપણી પાસે આવે ત્યારે આપણો ચહેરો ખુશ થાય છે.

પ્રાણીઓ પ્રત્યે અનુકંપા દર્શાવવા તેની પ્રશંસા કરો, તેની સાથે સમય વિતાવો, તેને રમકડા આપોને સુરક્ષા પ્રદાન કરો, સારા ખોરાક સાથે માંદગી વખતે સારી ટ્રીટમેન્ટ કરો, ને તમારા પ્રાણીને અનહદ પ્રેમ કરો.E75Dd9955407Ad7F1C238E520276F85C M

માનવીએ સૌથી પહેલા વરૂ પાળવાનું શરૂ કરેલ

10 હજાર બીસી માં જંગલી રાજ્યમાંથી પાળેલા રાજ્યમાં રૂપાંતર કરવા માટે માનવીએ પ્રથમ પ્રાણી વરૂ ને પાળવાનું શરૂ કરેલ. કુતરાના પુરોગામી એ પ્રાણીને તાલીમ આપીને લોકો ઘરે રાખતા હતા. આ અગાઉ પ્રાચીન ઇજિપ્તમાં બિલાડી પાળવામાં આવતી હતી. 3 હજાર બીસી માં રોમન પ્રજા રંગબેરંગી પોપટ પાળતા હતા. 3100 બીસી માં ઇજિપ્તવાસીઓ શિકાર કરવા અને રક્ષણ માટે કુતરા પાળતા હતા. 1850 માં કેમેરાની શોધ થઈ ત્યારે પ્રથમવાર પોતાના પાલતું પ્રાણી સાથે ફોટોગ્રાફ લઈને આનંદ માળેલો, જે ફોટાની 2009 માં લીલામી કરતા 8 હજાર ડોલર્સ માં વેચાયો હતો. આજના દિવસે લોકો પોતાના પ્રાણીના ડોગ, બર્ડ, કેટ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરીને ઉજવણી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.