Abtak Media Google News

મુખ્યમંત્રી કે. ચંદ્રશેખરનની જાહેરાત

તેલંગણામાં તહેવારોમાં ૧ કરોડ સાડીઓ ભેંટમાં અપાશે આ રાજયનો મહત્વનો તહેવાર બાથુકામ્મા નિમિતે ભારે મોટી માત્રામાં સાડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રી કે.ચંદ્રશેખરને આ બારામાં જાહેરાત કરતા મીડીયા સમક્ષ જણાવ્યું હતુકે કોઈપણ જાતના રંગ નાત જાત, ધર્મ પદ પ્રતિષ્ઠાના ભેદભાવ વિના ૧ કરોડ સાડીઓનું વિતરણ કરવામાં આવશે. આ બધુ પર્વ બાથુકામ્મા માટે થઈ રહ્યું છે. તેલંગણાનો આ એક મહત્વનો તહેવાર છે. જે ભારે ધામધૂમથી ઉજવવામા આવે છે.

બાથુકામ્મા પર્વ શું છે? આ પર્વ જીવન અને સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. જે પારિવારીક સંબંધોને વધુ મજબુત કરવાનું પ્રતીક છે. આ સાડી વિતરણ રેશનીંગ દુકાનો પરથી વહેલા તે પહેલાના ધોરણે થશે. આગામી તારીખ ૧૮થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન કુલ ૧,૦૪,૫૭,૬૧૦ સાડીઓનું રેશનિંગની દુકાનેથી વિતરણ કરવાનો ટારગેટ છે.રાજયમાં રમજાનમાં મુસ્લિમ અને ક્રિસમસમાં ખ્રિસ્તીઓને વસ્ત્રોનું વિતરણ કરાયું હતુ,. તેથી હિન્દુઓનાં તહેવાર બાથુકામ્મા નિમિતે ગરીબ વર્ગને કોઈ જ જાતના ભેદભાવ વિના સાડીનું વિતરણ કરાશે.

ઉલ્લેખનીય છે કે તેલંગણા આંધ્રથી અલગ થયેલુ રાજય છે. અને ઘણી બધી રીતે મહત્વ ધરાવે છે. આ કાર્ય પાછળ કોઈ રાજકીય લાભ ખાટવાની પોલીસી છે કે નહી તે તો આવનારો સમય જ કહેશે. તેમણે તમામ મંત્રી, નેતા, અધિકારી, કાર્યકરોને સાડી વિતરણનાં કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગી જવા અને આ ચાર દિ’ સુધી બધા કામ કોરણે મૂકી દેવા ઈજન આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.