Abtak Media Google News

વૈશાખ સુદ 14 નૃસિંહ જયંતિ

વૈશાખ સુદ 14 એટલે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર  મનાતા નૃસિંહ ભગવાનની જયંતિ.

સોમનાથ-પ્રભાસ-પાટણમાં હિરણ નદીના તટે  ગોલોકધામ પછી પ્રાચીન  વરસો જુનું નૃસિંંહ ભગવાનનું મંદિર આવેલું છે. જયાં દરરોજ  સેવા પુજા  આરતી કરાય છે.

તેવી જ રીતે પ્રભાસપાટણના પાટચકલામાં નૃસિંહ ભગવાનનું મંદિર આવેલું છે.

તો બાજુના તાલાલા ખાતે  શ્રી બાઈ આશ્રમ મંદિર ખાતે  ભગવાન નૃસિંહની પ્રહલાદ સાથેની દિવ્ય-સુંદર અને  આસ્થાસભર મૂર્તિ બિરાજમાન છે. દીવના રમેશ રાવળના જણાવ્યા અનુસાર  દેલવાડા, ગુપ્ત પ્રયાગ અને દિવમાં પણ ભગવાન નૃસિંહના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં નૃસિંહ જયંતિએ  પરંપરાગત રીતે પૂજા આરતી અને દર્શન યોજાય છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.