Abtak Media Google News

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ ટેટ સેક્ધડરીનુ પરિણામ આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં 1.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે 18 જુનના રોજ ટેટ સેક્ધડરીની મેઈન્સ પરીક્ષા યોજાશે જેમાં 60566 ઉમેદવારો પરીક્ષા આપશે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવાઈ રહી હતી. તેવી ટેટ સેક્ધડરીની પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગત 4 જુનના રોજ ટેટ સેક્ધડરીની પ્રિલીમ પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ 1.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 41.73 % ઉમેદવારો ટેટ સેક્ધડરીની મુખ્ય પરીક્ષા આપવા માટે લાયક ઠર્યા છે. ત્યારે પરીક્ષા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 18 જુનના રોજ મુખ્ય પરીક્ષા યોજાશે. જેમાં, રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.