Abtak Media Google News

અલગ-અલગ શાખાઓના અધિકારીઓને કરાયા એલર્ટ:ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવાની પણ સુચના જરૂર જણાવશે તો કાલેપણ વોર્ડ ઓફિસ રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખવામાં આવશે

બીપરજોય વાવાઝોડા સંદર્ભે આગામી 24 કલાક રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વના મનાઈ રહ્યા છે.વાવાઝોડાની સંભવિત અસરોને ખાળવા માટે કોર્પોરેશન દ્વારા 122 ટિમો બનાવવામાં આવી છે. દરમિયાન આજે સાંજે વોર્ડ ઓફિસ કે ઝોન ઓફિસ બંધ કરવામાં આવશે નહીં સતત 24 કલાક સુધી કચેરી ચાલુ રહેશે. તમામ પ્રકારની મૂવમેન્ટ પર બાઝનજર રાખવામાં આવશે ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા પણ સુચના આપી દેવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયા જણાવ્યું હતું કે બીપરજોય વાવાઝોડાને લઈ કોર્પોરેશન એલર્ટ મોડ પર આવી ગયું છે. છેલ્લા બે દિવસથી નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.આગામી 24 કલાક વાવાઝોડા માટે ખૂબ જ મહત્વ પૂર્ણ માનવામાં આવી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી આજે તમામ 18 વોર્ડની વોર્ડ ઓફિસ અને સેન્ટ્રલ ઝોન કચેરીની મુખ્ય ઓફિસ 24 કલાક સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ શાખાના અધિકારીઓને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે.

કોઈપણ પ્રકારની નાની કે મોટી ફરિયાદ નોંધાય તો તેનો ત્વરિત નિકાલ કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે.નિચાણવાળા વિસ્તારમાં સતત લોકોને જાગૃત રહેવા માટે માઈક દ્વારા એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે.સેકડો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.

દરમિયાન આજે બપોરે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સાંજે કચેરી બંધ થયા બાદ  સેન્ટ્રલ ઝોન ઓફિસ કે તમામ વોર્ડની વોર્ડ ઓફિસ બંધ ન કરવાનો નિર્ણય લેવાયો છે.તમામ વોર્ડ ઓફિસ અને સેન્ટ્રલ ઝોન કચેરી 24 કલાક સુધી ખુલ્લી રહેશે જો પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો આવતીકાલે પણ વોર્ડ ઓફિસ અને ઝોન ઓફિસ ખુલ્લી રાખવામાં આવશે.તમામ પ્રકારની ફરિયાદો શક્ય તેટલી ઝડપથી હાલ થાય તેવા પ્રયાસો કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.