૧૦૪ વર્ષનાં વર્લ્ડ વોર-૨ના હીરોએ કોરોનાને મ્હાત આપી

ફ્રાંસના એન.અલાબામાએ કોવિડ -૧૯માંથી મુકત થઈ ૧૦૪મો જન્મદિવસ ઉજવ્યો!!

વિશ્ર્વ આખુ કોરોના મહામારીથી હચમચી ઉઠ્યું છે. બાળકો અને વૃધ્ધોની સાથે ઓછી રોગપ્રતિકારક શકિત ધરાવતા લોકો પર કોરોનાનો ખતરો વધુ તોળાઈ રહ્યો છે. તેમાં પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાબાદ તેનાથી છૂટકારો મેળવવો વૃધ્ધ લોકોને ભારે લાગતુ હોય છે. ત્યારે એન અલાબામાં નામના ૧૦૪ વર્ષનાં વૃધ્ધ વ્યકિતએ બહાદૂરીપૂર્વક લડી કોરોનાને મ્હાત આપવામાં સફળતા મેળવી છે. અલાબામા કે જેઓ વર્લ્ડ વોર-૨ના હીરો તરીકે પણ ઓળખાય છે.

બીજા વિશ્ર્વયુધ્ધ દરમિયાન તેમણે ફ્રાંસમાં ટ્રેનમાં બોમ્બને નિષ્ક્રીય કર્યો હતો. તેમની પ્રપોત્રી હોલી વુટન મેકડોનાલ્ડે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તેમના દાદા અલાબામાએ ૧૦૪ વર્ષની વયે કોરોનાને હરાવ્યો છે. જોકે, કોરોના સંક્રમિત થયા બાદ તેમને માનસીક રીતે ઘણી અસર થઈ છે. અમે ઘણા ખૂશ અને પ્રોત્સાહિત છીએ કે ગ્રાન્ડફાધરે આટલી મોટી વયે કોરોનાને હરાવ્યો.

એમાં પણ ખાસ વાતએ છે કે, એન અલાબામાએ તેમના ૧૦૪માં જન્મદિવસ નિમિતે જ કોરોનાને મ્હાત આપી આ દિવસે જ તેમનો કોરોના ટેસ્ટ પુન: કરાયો અને તે નેગેટીવ આવ્યો વુટન મેક ડોનાલ્ડે અલાબામાં સાથેનોએક વીડીયો શેર કરી આ માહિતી આપી હતી તેણે કહ્યું કે, અલાબામા શારીરીક રીતે પણ થોડા અશકત છે. જેની પણ હાલ સારવાર ચાલી રહી છે.