Abtak Media Google News

૩૪ યુગલો પ્રભુતામાં પગલા માંડશે: ૭૫થી વધારે ચીજ-વસ્તુઓ કરીયાવરમાં ભેટ ગરીબ દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાશે: જ્ઞાતિઅગ્રણીઓ અબતકના આંગણે

ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભવન અને સંતશ્રી વેલનાથ સમુહલગ્ન સમિતિ દ્વારા કાલે બહુમાળી ભવન સામે, રેસકોર્સ ગ્રાઉન્ડમાં ૨૪મો સમુહલગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ચુંવાળીયા કોળી સમાજના ૩૪ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાશે. સાથે-સાથે સમાજના તમામ ગરીબ દર્દીઓ માટે રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે.

આ સમુહલગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શીવચન આપવા અલીયાબાડા નકલંક રણુજાના મહંત રામદાસબાપુ, ચેતનસમાધિ ખડખડના મહંત સાંઈનાથબાપુ, મંગલનાથબાપુ, કિશોરદાસબાપુ, સત્યમગીરીબાપુ તથા અન્ય સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, વિરજીભાઈ સનુરા, દિનેશભાઈ મકવાણા, બાબુભાઈ ઉગરેજા તથા દાતાઓ દિપકભાઈ બાબરીયા, ઉધોગપતિ મિહિરભાઈ સિતાપરા, છોટુભાઈ પરસોડા સહિતના મહેમાનો હાજરી આપશે. રકતદાન શિબિરમાં લોકોને કાયમી બ્લડ પુરુ પાડતી રાજકોટ સિવિલ મેડિકલ બ્લડ બેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક સેવા આપશે. સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા જ્ઞાતિઅગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ ધર્મેશભાઈ જંજવાડીયા, ભરતભાઈ ડાભી, વિજયભાઈ મેથાણીયા, યોગેશભાઈ રીબડીયા, જયંતીભાઈ બોરીચા, મનસુખભાઈ ધામેચા, ભરતભાઈ બાળોન્દ્રા, ખોડાભાઈ બજાણીયા, સંજયભાઈ જંજવાડીયા સહિતના સમાજ અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.