Abtak Media Google News

પરીચીત શખ્સે પૈસા આપવાની લાલચે કારમાં ગોંડલ નજીક વાડીમાં આચાર્યુ કૃત્ય

દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ત્યકતા જેતપુર બહેનપણીને ત્યાં આરામ કરી રાજકોટ સીવીલમાં દાખલ થઇ

રાજકોટમાં રહેતી ત્યકતાને રાજકોટનાં પરીચીત શખસે પૈસા અને કામ આપવાની લાલચે તેણીને રાજકોટથી ઇકો કારમાં બેસાડી અને ગોંડલ નજીક વાડીએ લાવી આઠ શખ્સોએ સામુહીક બળાત્કાર ગુજારી અને ઢીકા પાટુ મારી ત્યકતાને ગોંડલ હાઇવે પર છોડી મૂકી નાશી ગયા હતા. અને બાદ ભોગ બનનાર ત્યકતાં જેતપુર તેની બહેનપણીને ત્યાં આરામ કરી અને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી બનાવની જાણ ગોંડલ સીટી પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

આ અંગે બનાવની આ મળતી માહીતી મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતી 3પ વર્ષીય ત્યકતાને રાજકોટમાં રહેતો અને પરીચીત ઇકો ચાલક દાફડાભાઇ નામનો શખસ તેને કામ બાબતે પૈસા આપવાની લાલચે તેને ઇકો કારમાં બેસાડી ગોંડલ ગેસ્ટ હાઉસ પર લઇ ગયો હતો અને ત્યાં દાફડાનાં સાત જેવા પરીચીત શખ્સો હાજર હતા ત્યાં તેઓએ શરીર સંબંધ બાંધવા માટે ત્યકતા સાથે બળ જબરજસ્તી કરી હતી અને જેથી ત્યકતા ત્યાંથી નાસી ગઇ હતી પરંતુ રાત્રી કફર્યુ હોવાના કારણેને વાહન નહીં મળે તેવી વાત સમજાવી દાફડાનો કોઇ પરીચીત વ્યકિત તેને બેસાડી એક વાડી પર લઇ ગયો હતો જયાં વાડીમાં આઠ જેટલા હવસખોરોએ આખી રાત ત્યકતા પર સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો અને પ્રતિકાર કરતી ત્યકતાને તમામ હવસખોરોએ મુંઢમાર માર્યો હતો.

સવારે છ વાગ્યાની આસપાસ ઇકો ચાલકે તેને બેસાડી કણસતી હાલતમાં ગોંડલ યાર્ડ પાસે ઉતારી દીધી હતી ત્યાંથી તેણી રાજકોટ ન આવી પરંતુ તેની જેતપુર રહેતી બહેનપણીને ત્યાં જતી રહી હતી અને ત્યાં તેને જમાડી અને અને આરામ કરાવી હતી બાદ રાત્રીના સમયે ત્યકતાને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવની જાણ થતાં ગોંડલ સીટી પોલીસ હોસ્પિટલે દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરીછે. ભોગ બનનાર મહીલાનાં છુટછેડા થઇ ગયા છે અને તેનો પુત્ર તેના પતિ સાથે રહે છે અને તેની પુત્રીના લગ્ન થઇ ગયા છે. ત્યકતા પોતે રસોડાનું કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ગેંગરેપની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.