Abtak Media Google News

શકિત ભકિત અને આરાધનાનું મહાપર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા ‘અબતક’ રજવાડી રાસોત્સવનું ભવ્ય આયોજન ૧૫૦ ફૂટ રીંગરોડ બાલાજી હોલ પાછળ ધોળકીયા સ્કુલ સામે કરવામાં આવ્યું છે.નવરાત્રીનાં પ્રથમ દિવસથી રંગબેરંગી, વેશભૂષામાં મન મૂકીને ખેલૈયાઓ ઝુમી રહ્યા છે આજે પાંચમો દિવસ છે. છેલ્લા ચાર દિવસથી ‘અબતક’ રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓ અને દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી.માતાજીનાં ભકિતગીતો સંગીતની સુરાવલી વચ્ચે ખેલૈયાઓ રાસ રમી રહ્યા છે. ‘અબતક’ રજવાડી નવરાત્રી રાસોત્સવમાં પારિવારીક માહોલ જોવા મળી રહ્યો છે. સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાઈ વોલ્ટેજ સાઉન્ડ સીસ્ટમ તથા પ્રાચીન અર્વાચીન સુંદર ગીતોની સુરાવલીઓ વચ્ચે ખેલૈયાઓ ઝુમી ઉઠે છે. આ ઉપરાંત ત્રીજા નોરતે ‘અબતક રજવાડી’ રાસોત્સવનાં ગ્રાઉન્ડમાંથી ૨૨ લાખ ૫૦ હજારનો ચેક મળતા ચેરમેન વિશાલ પટેલ તથા સહભાગીઓ દ્વારા મુખ્ય માલીકને પરત કરવામાં આવતા ઈમાનદારીની મશાલ કાયમ કરી હતી. તઆજે પાંચમાં નોરતે પણ ‘અબતક રજવાડી રાસોત્સવ’ એટલોજ ઉત્સાહ જોવા મળશે. રાસોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે પાંચમાં નોરતે પણ ખેલૈયાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે.‘અબતક રજવાડી’ રાસોત્સવને સફળ બનાવવા માટે ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણી, વાઈસ ચેરમેન રામ અજાણી, વાઈસ પ્રેસીડેન્ટ મોહિત વઘાસીયા, સેક્રેટરી જે.પી. હિરાણી, વાઈસ સેક્રેટરી હેરી પ્રજાપતી ઈવેન્ટ કો. ઓર્ડીનેટર ગૌરવ પટેલ, હિતેશ સાકરીયા, ઓર્ગેનાઈઝર ગૌતમ ગોસ્વામી, ભરત પટેલ, જીતેન જડીયા, વિજય ઠુંમર, જયદીપ ખૂંટ, વનરાજ ચાવડા, ખોડીદાસ પાંભર, કેવલ લુણાગરીયા, વસીમ ડાકોરા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

અબતક રજવાડી રાસોત્સવના ચેરમેન વિશાલ પટેલનો જન્મદિન ઉજવાયો

‘અબતક’ રજવાડી રાસોત્સવના ચેરમેન વિશાલ પટેલનો આજે જન્મ દિવસ છે. તેઓએ તેમના જીવનના ૩૦ વર્ષ પૂર્ણ કરીને ૩૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમના જન્મ દિવસની મિત્ર વર્તુળ અને સગાસ્નેહીજનો દ્વારા શુભેચ્છા વરસી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.