Abtak Media Google News

ચેમ્બર ઓફ કોમર્સની સમાધાન યોજનાની માંગણીનો સ્વીકાર પરંતુ ધંધા-ઉદ્યોગને સીધી રાહત નહીં

કેન્દ્રીય અંદાજપત્રમાં ઓટોપાર્ટસની આયાત પરની કસ્ટમ ડયુટી વધારી છે. જેથી ઓટોપાર્ટસની આયાત પર નિયંત્રણ આવતા જામનગર બ્રાસઉદ્યોગને ફાયદો થશે તેમ ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલાએ જણાવ્યું છે. કોઇ નવા કરબોજ વગરનું બજેટ ઉદ્યોગકારને લાભકર્તા અને રૂ.૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર ઉદ્યોગકારોને માસીકને બદલે ત્રિમાસીક રિર્ટનની જોગવાઇ આવકારદાયક છે.

Advertisement

જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલાએ જણાવ્યું હતું કે,કેન્દ્રીય બજેટમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને કેટલીક રાહત આપી છે. જેમાં રૂ.૧.૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા આશરે ૩ કરોડ ટ્રેડર્સને પ્રધાનમંત્રી માનધન પેન્શન યોજના હેઠળ આવરી લેવા,એમએસએમઇ સેકટર માટે પેમેન્ટ પ્લેટફોર્મની સુવિધા,નવા ૧૦૦ જેટલા કલ્સ્ટરની સ્થાપના મુખ્ય છે.

વધુમાં જીએસટી રજીસ્ટર્ડ એમએસએમઇને ફ્રેશ અથવા તો ઇન્ક્રીમેન્ટલ લોનના વ્યાજદરમાં ૨ ટકાની સહાય આપવા રૂ.૩૫૦ કરોડની ફાળવણીની જાહેરાત આવકાર્ય છે.

ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે ચેમ્બરે છેલ્લા ત્રણેક વર્ષોથી સર્વિસ ટેક્ષ અને બીજા આડકતરા કરવેરા માટે સમાધાન યોજનાની માંગણી કરી હતી. જે અંદાજપત્રમાં સ્વીકારી છે. તેવી જ રીતે નોન- બેંકિંગ ફાઇનાસિયલ ઇન્સ્ટીટ્યુટસ ને વ્યાજ ની આવક કરમુક્ત કરવાની માંગણી પણ ચેમ્બર દ્વારા કરી હતી જેનો પણ સ્વીકાર થયો છે.કરદાતાઓ આજે વધતી જતી કંપલાયન્સ કોસ્ટ અને અધિકારી રાજની દહેશતથી પરેશાન છે

તેવામાં આકારણી પ્રવુતિઓનું સંપૂર્ણ ડિઝિટલાઈજેશન આવકારી પગલું છે અને આ કાર્યવાહીઓ માટે સચોટ, સહેલી અને કોઈ અડચણ વગરની સિસ્ટમ અમલી બને તે જરૂરી છે.સામાજિક સ્તરે સુધારણા માટે અંદાજપત્રની યોજનાઓ આકર્ષક છે,

પરંતુ તે પૈકી બહુધા યોજનાઓ ૫ કે તેથી વધુ સમયની છે તેથી આ યોજનાઓની અસર તુરત જ જોવા નહીં મળે પરંતુ લાંબાગાળે સારી અસર જોવા મળશે તેવી આશા છે.

જામનગરના ધંધા-ઉદ્યોગને કોઈ સીધી રાહત મળી હોય તેવું જણાતું નથી. ઇનક્મ ટેક્ષની આવક છેલ્લા ત્રણ વર્ષમાં ૬૮% જેવો વધારો થયો છે તેમ છતાં ઇનક્મ ટેક્ષની મુક્તિ મર્યાદા ન વધારી સામાન્ય કરદાતાને નિરાશ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.