પૃથ્વી પરના અદભૂત જીવ કલરફૂલ પતંગિયા અનેક વિશિષ્ટતા ધરાવે છે, પણ આયુષ્ય સાવ ટુંકુ !

તે માત્ર રસ ચૂસી શકે, ઘન પદાર્થ ખાઇ શકતા નથી: તેમની પાંખો પર રંગ હોતા નથી, પણ તેની સપાટીની એવી રચના હોય છે કે તે અમુક રંગ પરાવર્તી કરે છે: રપ કિ.મી.ની ઝડપે ઉડતા પતંગિયા હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે છે

પતંગિયાના મગજનું દિશા જ્ઞાન ખુબ જ પાવર ફૂલ હોય છે અને રસ્તો શોધવાની શકિત કમ્પ્યુટર જેવી શાર્પ હોય છે: વિશ્વમાં આજે તેની ર4 હજારથી વધુ પ્રજાતિના પતંગિયા છે

ઓછી શકિત ખર્ચીને લાંબા અંતરે ઉડીને નિયત કરેલી જગ્યાએ ઉતરાણ કરી શકે છે: મોનાર્ક પતંગિયા કેનેડાથી અમેરિકાનો પ્રવાસ કરીને પાછા તેના મૂળ વતનમાં આવી જાય છે

બટર ફલાયને હેલી કોપ્ટરની જેમ ચાર પાંખ હોય છે, પણ  મોટર બટર ફલાય 1ર પાંખ ધરાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિના પતંગિયા ગાર્ડનમાં વિશેષ પ્રજાતિના ટાઇગર બટર ફલાય જોવા મળે છે.

કુદરતના અફાટ સૌદર્યમાં રંગબેરંગી પતંગિયા અદભૂત છે. પૃથ્વી પરનું તે સૌથી રૂપકડું નાનુ જીવ છે, નવરંગી, કલર ફૂલ પતંગિયા અનેક વિશિષ્ટતા ધરાવે છે. તેનું જીવન ખુબ જ ટુંકુ હોય છે. સતત ઉડા ઉડ કરતાં પતંગિયા ઘન પદાર્થ ખાઇ શકતા જ નથી તે ફકત ફૂલનો રસ ચૂસી શકે છે. તેની પાંખો નાના પગ સાથે અદભૂત શરીર રચના ધરાવે છે. નાના બાળકોથી મોટેરાઓને પણ તે ગમત હોય છે ‘બટર ફલાય’ થી પ્રખ્યાત આ ટચુકડું જીવન બાગ-બગીચાની શોભા સાથે ગાર્ડનનો અનેરો નઝારો છે.

આપણને કલર ફૂલ દેખાતા પતંગિયાની પાંખો પર રંગ હોતો જ નથી પણ તેની પાંખની સપાટીની રચના એવી હોય છે કે તેમાંથી અમુક રંગો તે પરાવર્તીત કરે છે. કરોડો પ્રજાતિના પતીંગિયામાં મોનાર્ક પ્રજાતિના પતંગિયા હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડે છે. રપ કી.મી. ની ઝડપે ઉડી શકે છે. મોનાર્ક પતંગિયા કેનેડાથી મઘ્ય અમેરિકા સુધી પ્રવાસ કરીને પાછા મૂળ વતનમાં પાછા ફરી શકે છે.

પતંગિયાના મગજનું દિશા જ્ઞાન ખુબ જ પાવર ફૂલ હોય છે અને રસ્તો શોધવાની શકિત કમ્પ્યુટર જેવી હોય છે. તે ખુબ જ ઓછી શકિત વેડફીને, લાંબી મુસાફરી કરીને ચોકકસ જગ્યાએ જ ઉતરાણ કરે છે. તે ઇંડા તરીકે જન્મે છે, તેમાંથી લાર્વા અને બાદમાં ઇયળ, કોશેટો બને પછી તે તોડીને પતંગિયું બહાર આવે છે. તેનું જીવન ચાર તબકકાનું હોય છે. તે એક અજાયબી સમાન જીવ છે જો તેને તક મળે તો માનવીનો પરસેવો કે આંસુ પણ પી શકે. આપણી આસપાસ લગભગ ર4 હજારથી વધુ પ્રજાતિના પતંગિયા હોય છે. એન્ટાર્કટિકાની દરેક જગ્યાએ જોવા મળે છે.

 

બટર ફલાયને હેલી કોપ્ટરની જેમ ચાર પાંખ હોય છે, પણ મોટર બટર ફલાય 1ર પાંખ ધરાવે છે. પૃથ્વી પરના પ્રાણી, પક્ષીઓ, જળચર કે નાના જીવજંતુઓના શરીરમાં વિવિધ અંગોમાં શકિત પહોચવા માટે પ્રવાહી લોહી શરીરમાં સતત ફરતું રહે છે. દરેક સજીવના લોહીની અલગ અલગ વિશેષતા હોય છે. આપણા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પતંગિયા ગાર્ડનમાં વિશેષ પ્રજાતિના ટાઇગર બટર ફલાય જોવા મળે છે.

ખુબ જ મનમોહક પતંગિયા જોઇને મન ઝુમી ઉઠે છે. ફૂલોની આસપાસ જ જીવન પસાર કરતાં હોય છે. પવર્તમાન સમયમાં તેની ર8 હજારથી વધુ પ્રજાતિ જોવા મળે છે. દરેક પ્રજાતિના પતંગિયાનો આકાર જુદો જુદો હોય અને તેનું વજન ફૂલની પાંદડી જેટલું હોય છે. માદા પતંગિયા અમુક ચોકકસ પ્રકારના ફૂલો પર જ ઇંડા મૂકે છે. એક વખતે તે 400 જેટલા ઇંડા મુકે છે, તેનો રંગ પીળો, લીલો ને નારંગી હોય છે. તેના મોટાભાગના ઇડા વાંદા હજમ કરી જાય છે.

હાલના પ્રદુષણ વાતાવરણ અને ઋતુ ચક્રોમાં થતાં ફેરફારને કારણે તેની સંખ્યા સતત ઘટતી જાય છે. શહેરીકરણમાં વૃક્ષોનો અભાવ જોવા મળતા તે ભાગ્યે જ જોવા મળે છે. જો તમારા ઘરમાં ગાર્ડન જેવું હોય તો કયારેય સદનશીબે તમને કયારેક પતંગિયું જોવા મળી જાય છે. તેનું આયુષ્ય માત્ર 1 વર્ષનું હોય છે.

એક અંદાજ અને વૈજ્ઞાનિકોના મત મુજબ તેની ઉત્પતિ આજથી દશ કરોડ વર્ષ પહેલા થઇ હોવાનું મનાય રહ્યું છે. મનુષ્ય  કરતાં પહેલા પતંગિયાનું અસ્તિત્વ માનવામાં આવે છે. પતઁગિયા ખોરાક ઉપર ઉભા રહીને સ્વાદ ચાખે છે કારણ કે તેની સુંઘવાની શકિત તેના પગમાં છે. પતંગિયા સવારથી સાંજ ખોરાકની શોધમાં આમ તેમ ભટકતા જોવા મળે છે. કેટલાંક છાયામાં તો કેટલાક તડકામાં રહેવા ટેવાયેલા હોય છે. ઘણા પક્ષીઓ જીવજંતુઓ તેનો શિકાર કરીને ખાય જાય છે. તે સાંભળી શકતા નથી પણ માત્ર કંપનીથી જ ઓળખી જાય છે.

વૈશ્ર્વિક સ્તરે સૌથી મોટું ઓર્નિથોપ્ટેરા અલેકઝેન્ડિયા પ્રજાતિનું પતંગિયું છે, જયારે સૌથી નાના કદનું  ગ્રાસ જવેલ બટર ફલાય છે. આપણા દેશમાં કોમન બર્ડવિંગ બટર ફલાય સૌથી મોટું જોવા મળ્યું હતું. અલગ અલગ પ્રદેશોમાં ત્યાંના વાતાવરણ મુજબ તેની સાઇઝ નાની મોટી જોવા મળે છે.

ઘણાં દેશોમાં પતંગિયાને રોમેન્ટિક સંબંધોનું પ્રતિક માનવામાં આવે છે. તે એક જૈવિક અને સામાન્ય જીવાત પ્રજાતિ ગણાય છે. વિશ્ર્વમાં ઠંડા પ્રદેશ એન્ટાકટિકા સિવાય બધે જ જોવા મળે છે. અમુક ખાસ પ્રકારના બટર ફલાય પ્રથમવાર  ગ્રીનલેન્ડમાં જોવા મળ્યા હતા. તે જંતુઓના સૌથી વૈવિઘ્યસભર પ્રતિનિધી ગણાય છે. તેના સંશોધન કરતા વૈજ્ઞાનિકોના મતે એક લાખ, સાંઠ હજાર પ્રજાતિઓનું પહેલાથી જ વર્ણન કરેલ છે. જો કે તેનો દાવો છે કે હજી ઘણા પતંગિયા આપણને જોવા જ મળ્યા નથી.

ઇગ્લેન્ડમાં છેલ્લી સદીમાં મળેલ એક બટર ફલાય 1 મિલિયન વર્ષ પહેલાનું જાણવા મળ્યું હતું. પાંખોને કારણે તેનું કદ મોટું લાગે છે. ફૂલોના છોડના પરાગનયન પતંગિયા લાવે છે. આંખોની ખુબ જટીલ રચના હોવા છતાં પતંગિયા સ્યોપિક છે, રંગો અને સ્થિર પદાર્થોને નબળી રીતે ભેદ પાડે છે. માથા પર બે એન્ટેનાની મદદથી સપાટી, હવાના સ્પંદનો સારી રીતે પકડી પાડે છે. માદા પતંગિયા ફેરોમોન્સ સાથે નર ને આકર્ષિત કરે છે. નર ઘણાં કિલોમીટર દૂરથી માદાને ઓળખી લે છે, તેની સમાગમ ક્રિયા નૃત્ય – ફલાઇટસ જેવી હોય છે. અને ઘણા કલાકો ચાલે છે. દર વર્ષે તે ત્રણ જીવન ચક્ર પસાર કરે છે, અને 10 વર્ષે તેનું નવું જનરેશન આવે છે. તે હાડપિંજર ધરાવતા નથી ,. તેની કુલપ્રજાતિ પૈકી રપ0 પ્રજાતિઓ સ્થળાંતર કરે છે જેનો માર્ગ હજાર કિલોમીટરનો હોય છે.

ઘણાં દેશોમાં પતંગિયાને રોમેટિક સંબંધોનું પ્રતિક ગણવામાં આવે છે !

મઘ્ય અક્ષાંશોના દેશોમાં દર વર્ષે પતંગિયા ત્રણ જીવન ચક્ર પસાર કરે છે ને 10 વર્ષે નવું જનરેશન આવે છે. તેની લગભગ રપ0 પ્રજાતિઓ સ્થળાંતર કરીને હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડે છે. ઘણા દેશોમાં પતંગિયાને રોમેન્ટિક સંબંધોનું પ્રતિક ગણવામાં આવે છે. વૈજ્ઞાનિકના મત મુજબ તેની ઉત્પતિ આજથી દર કરોડ વર્ષ પહેલા થઇ હોવાનું અને મનુષ્ય કરતાં પહેલા તેનું અસ્તિત્વ માનવામાં આવે છે. સવારથી સાંજ ખોરાકની શોધમાં ઉડા ઉડ કરે છે. હાલ તેની 1 લાખને સાંઇઠ હજાર પ્રજાતિઓ જોવા મળે છે. જો કે હજી કેટલાય પતંગિયાની પ્રજાતિઓ આપણને જોવા જ મળી નથી. પાંખોને કારણે તેનું કદ મોટું હોય છે. ફૂલ – છોડના પરાગનયનની ક્રિયામાં તેનો મહત્વનો હિસ્સો છે. પતંગિયા પોતાના પગથી ખોરાકનો સ્વાદ પારખે છે, તે સાંભળી શકતા નથી પણ માથા પર આવેલા એન્ટેનાની મદદથી સ્પંદનનેક ારણે ઓળખી જાય છે. તેની આંખોની રચના ખુબ જ જટીલ હોય છે. સામાન્ય રીતે તેને ચાર પાંખ હોય પણ મોટર બટર ફલાયને 1ર પાંખ હોય છે.